Gujarat News: 42 લાખની રોકડ, દાગીના, મોંઘી ઘડિયાળો… ગુજરાતમાં CGST અધિકારીના ઘરે CBIના દરોડામાં ઘણું બધું મળ્યું

|

Feb 10, 2023 | 7:24 AM

સીબીઆઈએ ચૌધરી દ્વારા ગેરકાયદેસર રીતે એકઠી કરેલી સંપત્તિની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે ગુજરાત અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. ટેક્સ કમિશનરના ઘરે દરોડા પછી, રોકડ, સંપત્તિના કાગળો, બેંક ડિપોઝિટની વિગતો, ઘરેણાં, વિદેશી ચલણના ભંડાર પર ચર્ચા શરૂ થઈ છે.

Gujarat News: 42 લાખની રોકડ, દાગીના, મોંઘી ઘડિયાળો… ગુજરાતમાં CGST અધિકારીના ઘરે CBIના દરોડામાં ઘણું બધું મળ્યું
42 lakhs in cash, jewellery, expensive watches...CBI raids at CGST officer's house in Gujarat

Follow us on

Gandhidham:  ગુજરાતના ગાંધીધામમાં CBIના દરોડામાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- CGST વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘરેથી મોટો ખજાનો મળી આવ્યો છે. 42 લાખની રોકડ મળી આવી છે, મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવ્યું છે. ઘરેણાં અને ઘણી મોંઘી ઘડિયાળો મળી આવી છે. આ બધું CGST વિભાગના એક આસિસ્ટન્ટ કમિશનરના ઘરેથી મળી આવ્યું છે. આ આસિસ્ટન્ટ કમિશનરનું નામ મહેશ ચૌધરી છે. તેણે પત્નીના નામે અપાર સંપત્તિ એકઠી કરી છે.

આ દરોડામાં મહેશ ચૌધરીના ઘરેથી 3 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સીબીઆઈ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીએ વર્ષ 2017 થી 2021 દરમિયાન પોતાના અને પરિવારના સભ્યોના નામે મોટી રકમ રોકડ, બેંક ડિપોઝિટ, જંગમ અને અચલ સંપત્તિના દસ્તાવેજો રાખ્યા છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

રોકડ, મિલકત, ઘરેણાં, વિદેશી ચલણ…અને શું મળ્યું

ગુજરાત અને રાજસ્થાનમાં સીબીઆઈના દરોડા ચાલુ

સીબીઆઈની તપાસ હજુ પૂરી થઈ નથી. આ અભિયાન હજુ પણ ચાલુ છે. CBEIના નેતૃત્વમાં ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર ચૌધરીએ 3 કરોડ 71 લાખ 12 હજાર 499 રૂપિયાની સંપત્તિ ખોટી રીતે જમા કરાવી છે. આ મિલકત વેરા અધિકારીની વાસ્તવિક આવક કરતાં અનેક ગણી વધારે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ નાણાં અને મિલકતો ખોટી રીતે અને ભ્રષ્ટાચાર દ્વારા જમા કરવામાં આવી છે.

સીબીઆઈએ ચૌધરી દ્વારા ગેરકાયદેસર રીતે એકઠી કરેલી સંપત્તિની ચોક્કસ રકમની ખાતરી કરવા માટે ગુજરાત અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. ટેક્સ કમિશનરના ઘરે દરોડા પછી, રોકડ, સંપત્તિના કાગળો, બેંક ડિપોઝિટની વિગતો, ઘરેણાં, વિદેશી ચલણના ભંડાર પર ચર્ચા શરૂ થઈ છે.

માનવામાં આવે છે કે આ અધિકારી સાથે જોડાયેલા લોકોની શોધખોળ બાદ હજુ વધુ રોકડ અને સંપત્તિ મળી શકે છે. હાલમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે આ પૂર્ણ થશે, ત્યારે સંપૂર્ણ હિસાબ જાહેર થશે.

Published On - 7:24 am, Fri, 10 February 23

Next Article