Gandhidham -અમૃતસર ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ રેલવે સ્ટેશનથી 26 મેના રોજ ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. 

Gandhidham -અમૃતસર ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ
Gandhidham Amritsar Train
| Edited By: | Updated on: May 27, 2023 | 6:55 AM

Gandhidham: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ રેલવે સ્ટેશનથી 26 મેના રોજ ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યા અનુસાર ટ્રેનની વિગતો આ મુજબ છે.

ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ (12 ફેરા)

ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ 26 મેથી 30 જૂન 2023 સુધી દર શુક્રવારે સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કર્યું અને શનિવારે બપોરે 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ 27 મેથી 01 જુલાઇ 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યાથી પ્રસ્થાન કરી રવિવાર સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખિયાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીલમાળ, મોદરન, ઝાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટી ખાટૂ, ડીડવાણા, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસ્સાર, લુધિયાણા, જાલંધર અને વ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.

ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનનો ગાંધીધામ નગરપાલિકા અઘ્યક્ષા ઇશિતા તિલવાની અને GCCI અધ્યક્ષ તેજાભાઇ અને અન્ય મહાનુભાવ નાગરિકોની હાજરીમાં લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો.

 સાબરમતી -જોધપુર એક્સપ્રેસ 30 અને 31 મેની ટ્રેન રદ રહેશે

અમદાવાદના સાબરમતી  સ્ટેશનથી ઉપડતી  સાબરમતી -જોધપુર એક્સપ્રેસ 30 અને 31 મેની ટ્રેન રદ રહેશે. જેમાં ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના ભીમાના-કિવરલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 784 કિમી 587/08-09 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

જેની વિગતો નીચે મુજબ છે:

  • 30 અને 31 મે 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
  • 29 અને 30 મે, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

10 ઓગસ્ટ થી અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને 10 ઓગસ્ટ 2023થી ટ્રેન નંબર 19035/19036 અમદાવાદ -વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને સંપૂર્ણ અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનના તમામ કોચ સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ રહેશે.

 

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:49 am, Sat, 27 May 23