Gujarat Election : અરવિંદ કેજરીવાલ આજે કચ્છના પ્રવાસે, અનેક મોટી જાહેરાત કરી શકે છે AAP

|

Aug 16, 2022 | 8:30 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે. આવી સ્થિતિમાં કેજરીવાલ વોટ બેંક એકત્રિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

Gujarat Election : અરવિંદ કેજરીવાલ આજે કચ્છના પ્રવાસે, અનેક મોટી જાહેરાત કરી શકે છે AAP
Arvind kejriwal gujarat visit

Follow us on

આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે એક દિવસીય પ્રવાસે ગુજરાત પહોંચી રહ્યા છે. કેજરીવાલ કચ્છ જિલ્લાના (Kutch) ભુજમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. પાર્ટીના એક નેતાએ સોમવારે આ જાણકારી આપી છે. એક મહિનામાં AAP નેતાની ગુજરાતની આ ચોથી મુલાકાત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. આવી સ્થિતિમાં કેજરીવાલ ચૂંટણી (Gujarat election) મેદાનને મજબૂત કરવા અને વોટ બેંક એકત્રિત કરવા માટે સતત પ્રવાસ કરી રહ્યા છે.

AAPના ગુજરાત યુનિટના મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું છે કે કેજરીવાલ મંગળવારે ગુજરાત આવશે. તેઓ ભુજમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને એક કાર્યક્રમમાં ભાગ લેશે. ભુજમાં (bhuj)  તેઓ રાજ્યની જનતા માટે કેટલીક મહત્વની જાહેરાત કરશે. સાથે જ ચૂંટણીને લઈને તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરશે. તમને જણાવી દઈએ કે 1 ઓગસ્ટના રોજ કેજરીવાલે ગીર સોમનાથ (gir Somnath) જિલ્લાના વેરાવળમાં એક વિશાળ સભાને સંબોધિત કરી હતી.

કેજરીવાલે ચૂંટણીને લઈને આ ગેરંટી આપી

સાથે જ કેજરીવાલ પોતાના ગુજરાત પ્રવાસ (Arvind kejriwal gujarat visit)  દરમિયાન એક પછી એક મોટી જાહેરાતો કરી રહ્યા છે. 10 ઓગસ્ટના રોજ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન કેજરીવાલે વચન આપ્યું હતું કે રાજ્યમાં AAP સરકારની રચના થતાંની સાથે જ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલે પાંચમી ગેરંટી આપી હતી. અગાઉ કેજરીવાલે બેરોજગાર યુવાનોને નોકરી અને નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા ભથ્થું આપવાની બાંયધરી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મફત વીજળી આપવાની જાહેરાત

તમને જણાવી દઈએ કે. કેજરીવાલે ગયા મહિને સુરતમાં (Surat) એક મોટી જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા અને ચૂંટણી મેદાન મજબૂત કરવા મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ આકર્ષક 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે આદિવાસી સમાજ માટે પણ ગેરંટી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે AAPની સરકાર બનતાની સાથે જ બંધારણની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

Published On - 8:28 am, Tue, 16 August 22

Next Article