Cyclone Biporjoy : ગુજરાતના કાંઠેથી દૂર પરંતુ વિનાશક અસર શરુ, ક્યાંક ટાવર તુટ્યો તો ક્યાંક ઝાડ પડ્યું, જુઓ Video

Gujarat Cyclone Biporjoy : વાવાઝોડુ બિપરજોય હવે આજે મોડી સાંજથી રાત્રિ દરમિયાન ગમે ત્યારે કચ્છમાં ત્રાટકશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ દરિયાકિનારાથી 10 કિમી સુધીના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

Cyclone Biporjoy : ગુજરાતના કાંઠેથી દૂર પરંતુ વિનાશક અસર શરુ, ક્યાંક ટાવર તુટ્યો તો ક્યાંક ઝાડ પડ્યું, જુઓ Video
Cyclone Biporjoy
| Edited By: | Updated on: Jun 15, 2023 | 4:57 PM

Gujarat Cyclone Biporjoy News : ચક્રવાત બિપરજોય આજે હવે ગણતરીકાના કલાકોમાં જ ગુજરાત કાંઠે ટકરાવા જઈ રહ્યું છે. બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની ખૂબ નજીક પહોંચી ગયુ છે. બિપરજોય જખૌ બંદરથી માત્ર 160 કિલોમીટર દૂર છે અને 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. લોકોને બિપરજોય વાવાઝોડાની વિનાશક અસર પામનાર સંભવિત ભયજનક સ્થળોએથી સલામચ સ્થળે ખસેડવામાં આવ્યા છે. સૈન્ય અને NDRFની ટીમો સંપૂર્ણ એલર્ટ પર છે. વાવાઝોડા પહેલા જ દ્વારકાના 38 જેટલા ગામોમાં ભારે પવનના કારણે વૃક્ષો પડી ગયા છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કચ્છાનાં ઘણાં મકાનો ધરાશાયી થયાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે, જ્યાં વાવાઝોડાનો સૌથી વધુ ખતરો તોળાઈ રહ્યો છે તે દરેક જગ્યાએ સેના અને NDRFના જવાનો તૈનાત છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા વિસ્તારોમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યાર સુધી અપાયેલ ઓરેન્જ એલર્ટ હવે રેડ એલર્ટમાં ફેરવાઈ ગયું છે.

દ્વારકામાં વાવાઝોડા પહેલા સ્થિતિ વણસી રહી છે

દ્વારકામાં જોરદાર વાવાઝોડાને કારણે મોબાઈલ ટાવર પડી ગયો છે. સાથે સાથે કચ્છમાં અનેક મકાનો પણ તુટી ગયા છે. હવે દ્વારકામાં પવન જોર પકડવા લાગ્યો છે. અહીં નાગેશ્વર મંદિરની બહાર વાવેલ વૃક્ષ પડી ગયું છે. અન્ય સ્થળોએ પણ અનેક વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર છે. આ સાથે જ દ્વારકાધીશ મંદિરના શિખર પરની ધજા ભારે પવનને કારણે ગઈકાલે જ ખંડિત થઈ ગઈ હતી. વાવાઝોડુ ટકરાવા પહેલા જ અહીં નુકસાન થઈ રહ્યું છે. હાલ ઓખા અને માંડવીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. માંડવીના બંદરને ખાલી કરાવવામાં આવ્યું છે.

કચ્છના 120 ગામોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા હતા

દ્વારકાથી 10 કિલોમીટર દૂર આવેલા બરડીયા ગામમાં ભારે પવનને કારણે કેટલાક વીજ થાંભલા પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જખૌ પ્રશાસનના જણાવ્યા અનુસાર, થોડા સમય પછી ગમે ત્યારે જખૌ બંદર પર લેન્ડફોલ થઈ શકે છે. વાવાઝોડું કચ્છમાં પણ ભારે વિનાશ સર્જી શકે છે. કચ્છના 120 ગામોને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યા છે.

જરૂર પડ્યે એરલિફ્ટિંગ કરવામાં આવશે

NDRFની ટીમો સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં રહેતા લોકોને એલર્ટ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો આ સંવેદનશીલ વિસ્તારોમાં એરલિફ્ટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે તમામ બચાવકર્તા એલર્ટ પર છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:44 pm, Thu, 15 June 23