
Cyclone Biparjoy : એક તરફ બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાયુ છે. સરકારે બેઠકોનો દોર શરૂ કરી વાવાઝોડાનો સામનો કરવા માટે સજ્જ થઈ ચૂક્યુ છે. ત્યારે તંત્ર કેવી તૈયારીઓ કરી રહ્યું છે.
આ પણ વાંચો- Gujarat Video: રાજકોટના ધોરાજીમાં જળબંબાકાર, 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.
એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. તો વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.
બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે.
જામનગરમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને (railway station) તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. બિપરજોય વાવાઝોડા સામે ભાજપ સંગઠન પણ સજ્જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હોદ્દેદારો સાથે બેઠક કરી છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં 7.75, માળિયા હાટિનામાં 7, કેશોદમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) પગલે હવે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ મોડ પર છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેના માટે 21 જેટલા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાનો સામનો કરવા તંત્ર એલર્ટ પર છે તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે.
ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલવેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો