ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ, 5.4 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ, અમદાવાદમાં 9.3 ડિગ્રી તાપમાન

Wether Update: રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. નલિયામાં સૌથી ઓછુ 5.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ, 5.4 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ, અમદાવાદમાં 9.3 ડિગ્રી  તાપમાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો
| Edited By: | Updated on: Jan 22, 2023 | 12:46 PM

રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યુ છે. રાજ્યમાં ઠંડા પવન ફુંકાવાને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાત રાજ્યમાં 10થી 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. નલિયામાં સૌથી ઓછુ 5.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આંશિક રાહત બાદ 23 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે. તો બીજી તરફ દિલ્લી અને ઉત્તર ભારતમાં ભારે ઠંડી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનેક રાજ્યોમાં મોસમ ફરી પોતાનો મિજાજ બદલશે

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં અતિભારે બરફવર્ષા થઇ છે. ઉત્તરાખંડમાં બરફવર્ષા અને વરસાદના કારણે મુશ્કેલી વધી છે. તો આ તરફ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મૌસમ ફરી પોતાનો મિજાજ બદલશે. ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ત્રણ દિવસમાં ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. 24 અને 25 જાન્યઆરીએ અનેક રાજ્યોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.વરસાદને પગલે દિલ્લી અને ઉત્તરભારતમાં ઠંડી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન આ પ્રમાણે રહ્યું

  • નલિયા 5.4 ડિગ્રી
  • અમદાવાદ 9.3 ડિગ્રી
  • ગાંધીનગર 8.3 ડિગ્રી
  • ભૂજ 9.6 ડિગ્રી
  • છોટા ઉદેપુર 9.5
  • દાહોદ 9.0 ડિગ્રી
  • ડાંગ 9.3 ડિગ્રી
  • નર્મદા 8.3 ડિગ્રી
  • ડીસા 8.2 ડિગ્રી
  • પંચમહાલ 8.4 ડિગ્રી
  • પાટણ 8.9 ડિગ્રી
  • વલસાડ 8.3 ડિગ્રી