Kutch: મુંબઇથી 66 પેસેન્જર લઇને ઉડેલા પ્લેનનુ આકાશમાં જ એન્જીન કવર નિકળી ગયુ!, જાણો પછી શું થયું

|

Feb 09, 2022 | 4:36 PM

મુંબઇથી ભુજ આવતી એલાઇન્સ એરની ફ્લાઇટમાં ટેકનીકલ ખામી સર્જાતા સૌ કોઇના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા, સવારે 6 વાગ્યે મુંબઇથી 66 મુસાફરો સાથે ઉડાન ભરેલ પ્લેન આકાશમાં ઉંચાઈએ ઊડી રહ્યું હતું ત્યારે તેનું એન્જિન કવર નીકળી જતાં પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા

Kutch: મુંબઇથી 66 પેસેન્જર લઇને ઉડેલા પ્લેનનુ આકાશમાં જ એન્જીન કવર નિકળી ગયુ!, જાણો પછી શું થયું
મુંબઇથી 66 પેસેન્જર લઇને કચ્છ આવવા ઉપડેલા પ્લેનનુ એન્જીન કવર નિકળી ગયુ

Follow us on

ભુજ અને મુંબઇ (Mumbai) વચ્ચે ઉડાન ભરતી એલાઇન્સ એરની ફ્લાઇટમાં આજે ટેકનીકલ ખામી સર્જાતા એક સમયે સૌ કોઇના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. જોકે સવારે 6 વાગ્યે મુંબઇથી 66 મુસાફરો (passengers) સાથે ઉડાન ભરેલ પ્લેને ભુજમાં સફળતા પૂર્વક લેન્ડિંગ કરતા સૌ કોઇએ હાંશકારો અનુભવ્યો હતો.

જો કે ત્યાર બાદ ટેકનીકલ ખામી ધ્યાને આવતા 61 મુસાફરો સાથે પરત જવાની એજ ફ્લાઇટને ભુજ એરપોર્ટ ઓથોરીટીએ રદ્દ કરી હતી. સાથે વિવિધ એરપોર્ટ એજન્સીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. મુંબઇથી ઉડાન ભરી ત્યારે કે પછી ઉડાન ભર્યા બાદ આ ધટના બની તે સદંર્ભે નિષ્ણાંતો તપાસ કરશે અને જો કોઇની બેદરકારી ધ્યાને આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.

ભુજ (Bhuj) એરપોર્ટ ઓથોરીટીના મુખ્ય અધિકારી નવનીત ગુપ્તા એ જણાવ્યુ હતુ. કે મુંબઇથી 66 મુસાફરો સાથે આ પ્લેન એ ઉડાન ભરી હતી. અને 61 મુસાફરો એજ ફ્લાઇટમાં મુંબઇ જવાના હતા. ભુજ એરપોર્ટ પર નોર્મલ લેન્ડીંડ પછી એન્જીન કવર (engine cover) નિકળી ગયાનો મામલે ધ્યાને આવ્યો હતો અને ત્યાર બાદ મુંબઇની રીટર્ન ફ્લાઇટ રદ્દ કરાઇ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એરલાઇન્સ કંપની દ્રારા ટેકનીકલ ક્ષતી દુર ન થાય ત્યા સુધી પ્લેન ભુજ એરપોર્ટ પર રહેશે જો કે ઇમરજન્સી લેન્ડીંગની વાતને તેઓએ સ્વીકારી ન હતી એલાઇન્સ એરનુ ATR-72600 આ પ્લેન હતુ જો કે સુત્રોની વાત માનીએ તો સદભાગ્યે કોઇ દુર્ધટના ન સર્જાઇ પરંતુ સમગ્ર મામલે પાઇલોટના ધ્યાને આ ગંભીર ક્ષતી ક્યારે ધ્યાને આવી તે તમામ બાબતોની ઉંડાણપુર્વકની તપાસ કરાશે મુંબઇથી ઉડાન ભર્યા બાદ 8.02 મીનીટે ભુજ એરપોર્ટ પર પ્લેન એ લેડીંગ કર્યુ હતુ.

સમગ્ર ધટના અંગે એરપોર્ટ ઓથોરીટી ભુજ એરપોર્ટના એડવાઇઝરી કમીટીના સભ્ય રાજેશ ભટ્ટે સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો હતો અને મુંબઇથી જોખમ વચ્ચે પ્લેન ભુજ લઇ આવવાની ધટનામાં ઉંડાણપુર્વકની તપાસ કરવા માટેની માંગ કરી સાથે મુસાફરોના જોખમને ધ્યાને રાખી કેમ ભુજના બદલે નજીકના એરપોર્ટ પર ઉતરાણ ન કરાયુ તે અંગે સવાલો ઉઠાવી ભુજ એરપોર્ટ ઓથોરીટીને યોગ્ય કાર્યવાહી માટે જણાવ્યું હતું

આ પણ વાંચોઃ Junagadh: ગુરુ ગોરક્ષનાથ શિખર પર 26 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ, ​​​​​151 કિલો પિત્તળનો ધજાસ્તંભ ઊભો કરાયો

આ પણ વાંચોઃ Suratમાં IT Park બનવાના રસ્તા ખુલ્લા, ટેક્સ્ટાઈલ સાથે આઈટી પાર્ક બનાવવા કેન્દ્ર સમક્ષ માંગ કરાશે

Next Article