Kutch : હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BSFનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ

BSF ના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે UAV મોનીટરીંગ દરમિયાન 20 જેટલી બોટો દેખાઇ હતી. જેમાંથી 11 બોટ અને 6 માછીમારો અગાઉ ઝડપાઇ ગયા હતા.

Kutch : હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BSFનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ
7 more boats held from Haraminala, BSF search operation underway in Kutch
| Edited By: | Updated on: Feb 17, 2022 | 9:41 PM

ગુજરાતના (Gujarat) માછીમારોને પાકિસ્તાન (Pakistan) દ્વારા બંધક બનાવવાની વધેલી ધટના વચ્ચે BSF ને UAV મોનીટરીંગ દરમ્યાન કચ્છની હરામીનાળા બોર્ડર પર પાકિસ્તાની બોટની ગતીવીધી નઝરે પડી હતી. જેને લઇને BSF એ 9 તારીખથી બોર્ડર એરીયામાં એક ઓપરેશન લોન્ચ કર્યુ હતુ. જેમાં BSF IG સહિતના અધિકારીઓ ઓપરેશન પર સીધી દેખરેખ રાખી રહ્યા હતા. દરમ્યાન બે દિવસના સર્ચ પછી BSF ને 11 પાકિસ્તાની બોટ મળી આવી હતી.

જ્યારે આર્મી, BSF અને એરફોર્સના સંયુક્ત ઓપરેશન દરમિયાન બોટમાં સવાર 6 પાકિસ્તાની માછીમારો પણ મળી આવ્યા હતા જેમની પુછપરછ હાલ વિવિધ એજન્સીઓ કરી રહી છે. દરમિયાન આજે BSF એ ચાલુ રાખેલા સર્ચ દરમિયાન હરામીનાળા વિસ્તારમાથી વધુ 7 પાકિસ્તાની બોટ મળી આવી છે. જેની તપાસ હાલ ચાલુ છે અને BSF એ સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત રાખ્યુ છે.

UAV માં 20 બોટ દેખાઇ હતી

સતત 8 દિવસથી BSF હરામીનાળા વિસ્તારના 300 ચોરસ કિમી વિસ્તાર પર નજર જમાવી બેઠુ છે અને સતત સર્ચ કરી રહ્યુ છે. જેને પગલે આજે વધુ 7 બોટ BSF ને મળી છે. BSF ના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે UAV મોનીટરીંગ દરમિયાન 20 જેટલી બોટો દેખાઇ હતી. જેમાંથી 11 બોટ અને 6 માછીમારો અગાઉ ઝડપાઇ ગયા હતા. પરંતુ BSF એ સર્ચ ચાલુ રાખ્યુ હતુ. દરમ્યાન વધુ 7 બોટ હરામીનાળા વિસ્તારમાંથી મળી આવી છે જેમાં માછીમારી સાધનો તથા સડી ગયેલી માછલીનો જથ્થો મળી આવ્યો છે.

ભરતી-ઓટ તથા ત્યાની સ્થિતી મુજબ બોટ ન દેખાઇ હોય સર્ચ દરમ્યાન વધુ 7 બોટ મળી છે જે અગાઉ ઝડપાયેલી 11 બોટ સાથે આવી હોવાનુ અનુમાન છે. BSF હજુ પણ આ વિસ્તારમા સર્ચ ઓપરેશન અને પેટ્રોલીંગ ચાલુ રાખશે. કચ્છની અટ્ટપટ્ટી એવી હરામીનાળા બોર્ડરની મુશ્કેલ સ્થિતી વચ્ચે પણ જવાનો સતત તમામ ગતીવીધી સાથે સમગ્ર એરીયામાં સર્ચ કરી રહ્યા છે. જેમાં BSF ને સફળતા મળી છે અને કુલ 18 બોટ સાથે 6 પાકિસ્તાની માછીમારો અત્યાર સુધી ઝડપાઇ ગયા છે. જે આંકડો વધે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો –

અમદાવાદ અને વડોદરા સિવાયના 6 મહાનગરોને કર્ફ્યૂમાંથી રાહત, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

આ પણ વાંચો –

અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય