કચ્છના જખૌમાં ડ્રગ્સનો કાળો કારોબાર, 7 બલૂચિસ્તાનીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો

|

Jun 06, 2022 | 8:51 AM

ATSના (Gujarat ATS) ઇનપુટના આધારે કોસ્ટગાર્ડે IMBL નજીકથી ઝડપેલી અલ નોમન નામની બોટમાંથી ફેંકી દેવાયલ ડ્રગ્સનો આ જથ્થો કચ્છના જખૌ નજીકથી મળી આવ્યો હતો.

કચ્છના જખૌમાં ડ્રગ્સનો કાળો કારોબાર, 7 બલૂચિસ્તાનીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
49 kg Cocaine busted from Jakhau

Follow us on

Kutch : ગુજરાતમાં(Gujarat)  છેલ્લા કેટલાક સમયથી અધધ કહી શકાય તેટલી માત્રામાં ડ્રગ્સ અને કોકેઈનનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.નશામુક્ત ગુજરાતમાં ગેરકાયદે નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે ફરી એકવાર કચ્છના જખૌ (Jakhau) નજીકના ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સના 1 કિલો વજનના 49 નંગ પેકેટ મળી આવ્યા છે. ATSના (Gujarat ATS) ઇનપુટના આધારે કોસ્ટગાર્ડે IMBL નજીકથી ઝડપેલી અલ નોમન નામની બોટમાંથી ફેંકી દેવાયલ ડ્રગ્સનો આ જથ્થો કચ્છના જખૌ નજીકથી મળી આવ્યો હતો. મહત્વનું છે કે, BSF અને પોલીસના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

બલૂચિસ્તાનીઓની પ્રાથમિક પુછપરછ બાદ ઓખા લઈ જવામાં આવ્યા

ભારતીય જળ સીમા નજીકથી આ અલ નોમન નામની શંકાસ્પદ બોટમા સવાર 7 બલૂચિસ્તાનીઓએ ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધા હોવાનું કબૂલ્યું છે. પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે કે જે બોટમાં આ બલૂચિસ્તાનીઓ સવાર હતા તેમાં 50 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો હતો. ઝડપાયેલા બલૂચિસ્તાનીઓની પ્રાથમિક પુછપરછ બાદ ઓખા લઈ જવામાં આવ્યા છે. જ્યાં ATS તરફથી આ શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ચિંતાજનક વાત એ છે કે કચ્છના જખૌ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિવિધ એજન્સીઓને અત્યાર સુધી આવા 1500થી વધુ બિનવારસી પેકેટ મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ પેકેટ પાકિસ્તાનની વિવિધ બોટમાંથી ફેંકવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Published On - 8:38 am, Mon, 6 June 22

Next Article