Junagadh : વંથલીમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત, પરિવારે પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

યુવાને ઝેરી દવા પીવાથી તબિયત લથડી હતી, જે બાદ તેને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.

Junagadh : વંથલીમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત, પરિવારે પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
Suicide Case
| Edited By: | Updated on: Feb 20, 2023 | 7:25 AM

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ઝેરી દવા પી યુવાને આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસના ત્રાસથી યુવાને આપઘાતનુ પગલુ ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.મહત્વનું છે કે યુવાને ઝેરી દવા પીવાથી તબિયત લથડી હતી, જે બાદ તેને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

તો બીજી તરફ યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે.મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ અસ્વીકાર કર્યો છે. પોલીસ દ્વારા વારંવાર યુવાનને ધમકી આપાતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ પરિવારે આ મામલે ન્યાયની માગ કરી છે.

આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ

થોડા દિવસો અગાઉ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળના નામાંકિત તબીબ ડો અતુલ ચગે જીવ ટૂંકાવી લેતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. તબીબે લખેલી સુસાઇડ નોટે કંઇક અલગ જ ઇશારો કરી રહી છે.તો લોહાણા સમાજ અને સાથી તબીબોએ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વિના પોલીસ તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાલ ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે. આ આપઘાત કેસમાં વેરાવળ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Published On - 7:16 am, Mon, 20 February 23