JUNAGADH : મંજિલે ઉન્હી કો મિલતી હે જિનકે સ્વપ્નો મેં જાન હોતી હૈ.. પાંખો સે કુછ નહિ હોતા હોસલો સે ઉડાન હોતી હૈ… આ ઉક્તિને સાબિત કરી બતાવી છે જૂનાગઢના સોલંકી હરેશ ઉર્ફે મંકી કિંગએ… તેઓ છેલ્લા ઘણા દિવસોથી મંકીનું સ્વરૂપ ધારણ કરી લોકોને મનોરંજન પૂરું પાડે છે. તહેવાર હોઈ કે કોઈ શુભ પ્રસંગ આજના સમયમાં લોકોને કંઈક નવું જ જોઈએ છે, પોતાના શુભ કાર્યક્રમમાં લોકોને જકડી રાખવા કે તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા કે લોકોને મનોરંજન પૂરું પાડવા નીતનવાં નુસખા અજમાવે છે.
મંકી કિંગ વિવિધ રમૂજથી બાળકોને કરાવે છે મોજ
તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે માણસ થા તો ઘણું. પરંતુ કોઈ માણસને માણસમાંથી જાનવર થતો જોયો છે …? એ પણ કમાણી માટે, અત્યારે આ વાત છે જૂનાગઢના સોલંકી હરેશ ઉર્ફે મંકી કિંગની. આ મંકી કિંગ વિવિધ પ્રસંગો અને તહેવારોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રથમ નજરે તો તેમના ગેટઅપ- મેકઅપને પહેરવેશથી લોકો તેમને મંકી જ સમજી બેસે છે. જયારે કોઈ કાર્યક્રમમાં અજાણ્યા કોઈ વ્યક્તિનું ધ્યાન ના હોઈ આને આ મંકી મેન ત્યાં આવી ચડે તો ડરી પણ જાય છે. અને અલગ અલગ એક્સેક્સનથી રમૂજ પણ કરાવે છે, ખાસ બાળકો મંકી મેનને જોઈ ગેલમાં આવી જાય છે.
લગ્નપ્રસંગો અને બર્થ-ડે પાર્ટીમાં મંકીકિંગ બનીને લોકોને મનોરંજન પૂરું પાડે છે
હાલ તો મંકી મેનની ખ્યાતિ એટલી બધી વધી ગઈ છે કે લોકો તેમને પોતાના પ્રસંગોમાં પણ બોલાવે છે તહેવાર – લગ્નપ્રસંગો હોઈ કે પછી બર્થ-ડે પાર્ટી. મંકીમૅન પણ લોકોને ભરપૂર આનંદ કરાવે છે, કોઈની કાર પર બેસી જવું – કોઈના પગ પકડી લેવા કે કોઈની બાજુમાં જઈ બેસી જવું, જેવા વિવિધ રમૂજ કરી મંકી બનીને લોકોને આનંદ મળે તે માટે પ્રયાસ કરે છે.
હું જૂનાગઢ ગયો ત્યારે મેં વાંદરાઓ જોયા, અને મંકી કિંગ બનવાનો વિચાર આવ્યો : મંકી કિંગ (હરેશ સોલંકી)
સોશ્યિલ મીડિયામાં ખજુરભાઈના મનોરંજનના વિવિધ વિડીયો જોઈ પ્રેરણા થઇ કે મારે પણ લોકોને હસવા છે, હું નાનપણથી જ કંઈક નવું કરવાની ઈચ્છા હતી. પહેલા હું સામાન્ય નોકરી કરતો હતો. પરંતુ આજના સમયમાં ગુજરાન ચાલવું મુશ્કેલ હતું. એવામાં હું એક વખત જૂનાગઢ ગયો હતો, ને મેં વાંદરાઓ જોયા અને ત્યારે મંકીમેન બનવાનો વિચાર આવ્યો. મારા મિત્રએ પણ કહ્યું કે તારામાં ટેલેન્ટ છે લોકો શું કહેશે એની પરવા ન કરવી, આજે હું લગભગ એક દોઢ વર્ષથી મંકી કિંગનું આ કામ કરું છું જે મને બહું ગમે છે, લોકો કે સમાજ શું કેહેશે તેની પરવા કર્યા વગર કામ કરું છું.
Published On - 1:03 pm, Wed, 8 February 23