JUNAGADH : કડીયાવાડમાં અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો

|

Aug 06, 2021 | 5:17 PM

કડીયાવાડ વિસ્તારના 200થી વધુ વેપારીઓએ આજે બંધ રાખ્યો છે. તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી વેપાર-ધંધાથી અળગા રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વેપારીઓ સાથે સમજાવટ શરૂ કરી છે.

JUNAGADH : શહેરના કડીયાવાડ વિસ્તારના 200થી વધુ વેપારીઓએ આજે બંધ રાખ્યો છે. તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી વેપાર-ધંધાથી અળગા રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વેપારીઓ સાથે સમજાવટ શરૂ કરી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. લુખ્ખા તત્વો વેપારીઓ તથા ગ્રાહકોની કનડગત કરતા હોય વેપારીઓએ આવા તત્વોને પકડવા પોલીસને રજૂઆત કરી છે. આ વિસ્તારમાં છડે ચોક દારૂનું વેચાણ થાય છે. સાંજ પડતા જ દારૂડીયાઓનો જમાવડો થાય છે. આ વિસ્તારમાં શાકભાજીની માર્કેટ પણ આવી છે. ત્યારે મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. કડીયાવાડ વિસ્તારમાં દિવસ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે એવી માગ વેપારીઓએ કરી છે.

 

Next Video