junagadh : ગિરનાર પર્વતીય વિસ્તારમાં ઝરણાં ફુટી નીકળ્યાં, કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું

|

Jul 25, 2021 | 7:33 PM

ભવનાથ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર અનરાધાર વરસાદ નોંધાયો છે. જેથી ભવનાથ અને ગિરનાર પર્વત વિસ્તારમાં ઝરણાં વહેતા થયા હતા.

junagadh : જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. જિલ્લામાં ચારેતરફ મેઘરાજાએ માજા મૂકી છે. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જોશીપરા ગરનાળા અને ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ માણાવદરના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસતા નદી, નાળા છલકાઈ ગયા. દરિયાકાંઠે આવેલા માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો બીજી તરફ ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. દાતાર પર્વત, દામોદર કુંડ અને વિલિંગ્ડન ડેમ કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જોવા મળ્યો.

તો ભવનાથ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ગિરનાર પર્વત ઉપર અનરાધાર વરસાદ નોંધાયો છે. જેથી ભવનાથ અને ગિરનાર પર્વત વિસ્તારમાં ઝરણાં વહેતા થયા હતા. સાથે ગિરનાર પર્વતના પગથિયા પર વરસાદી પાણી વહેતું થયું હતું. ઠેરઠેર પાણીના ઝરણાં ફુંટી નીકળતા કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું હતું.

 

Next Video