Junagadh : કેશોદમાં શ્રીજી ક્રેડિટ સોસાયટીની શાખા દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ

|

Aug 13, 2021 | 6:40 PM

ટુ વ્હીલરની લાલચે ગ્રાહકો દર મહિને એક હજાર રૂપિયાનો હપ્તો ભરતા હતા. પરંતુ આ મુદ્દત પુરી થતા જ શ્રીજી ક્રેડિટ સોસાયટીના બ્રાંચ એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા.

જૂનાગઢ(Junagadh)ના કેશોદમાં શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડની શાખા દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી(Fraud) કરવામાં આવી હોવાની ફરીયાદ સામે આવી છે . જેમાં ટુ વ્હીલરની લાલચે ગ્રાહકો દર મહિને એક હજાર રૂપિયાનો હપ્તો ભરતા હતા. પરંતુ આ મુદ્દત પુરી થતા જ શ્રીજી ક્રેડિટ સોસાયટીના બ્રાંચ એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા.

જેમાં આ રીતે કેશોદના સંખ્યાબંધ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શ્રીજી ક્રેડિટ સોસાયટીની કેશોદ બ્રાંચના એજન્ટ તથા હેડ ઓફિસ મેનેજર સામે ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઠગાઈના ગુના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: કોરોનાના કપરાકાળમાં દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે તવાઈ નક્કી, આવતા અઠવાડિયે મળશે બેઠક

આ પણ વાંચો : ભારતીય કૃષિ માટે કેટલું ઘાતક છે ગ્લોબલ વોર્મિંગ, જાણો ખેડૂતોને કેવી રીતે થાય છે નુકસાન

Next Video