junagadh : સક્કરબાગ ઝુ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજો આદાન-પ્રદાનમાં અપાશે

|

Jul 29, 2021 | 7:50 PM

જૂનાગઢ સક્કરબાગ ઝૂ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજો દેશના અન્ય ઝું ખાતે આદાન-પ્રદાનમાં આપશે. સક્કરબાગ ઝૂ ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે.

junagadh : ગૌરવવંતુ અને ખમીરવંતુ ગુજરાત હવે સાવજના દાન કરશે. એશિયાઇ સિંહો માટે જાણીતું જૂનાગઢ સક્કરબાગ ઝુ દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયને 40 સાવજના દાન આપશે. સક્કરબાગ ઝુ ઑથોરિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. કેવડિયા ઝુના વિકાસ માટે અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં સાવજના દાન આપી, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ કેવડિયા ઝૂમાં લાવવામાં આવશે અને કેવડિયા પ્રાણી સંગ્રહાલયની શોભામાં વધારો કરવામાં આવશે.

દેશના 13 પ્રાણી સંગ્રહાલયોમાં આ સાવજોને મોકલાશે. જેમાં કેવડિયામાં હિપ્પો, ગેંડો, જિરાફ મેળવવા આદાન-પ્રદાન કરાશે. સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હાલ સક્કરબાગ ઝૂમાં 24 નર, 35 માદા અને 12 બચ્ચા મળી 71 સિંહો છે. આગામી સમયમાં સિંહોને મોકલવા અંગેની પ્રક્રિયા થશે.

 

Published On - 7:47 pm, Thu, 29 July 21

Next Video