જૂનાગઢના કેશોદથી 10 ગામોને જોડતો રસ્તો ધોવાયો, લોકોને પારાવાર મુશ્કેલી

|

Sep 16, 2021 | 8:58 AM

કેશોદથી બાલાગામ, ઓસા, પંચાળા, બામણાસા સહિતના દસ ગામને જોડતો રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદમાં રસ્તો ધોવાઈ જતા તંત્રની નબળી કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે..

જૂનાગઢ(Junagadh)ના ઘેડ પંથકના કેશોદથી બાલાગામ, ઓસા, પંચાળા, બામણાસા સહિતના દસ ગામને જોડતો રસ્તો(Road) પહેલા જ વરસાદમાં(Rain)ધોવાઈ ગયો છે. જેને કારણે માર્ગ અને મકાન વિભાગની નબળી કામગીરીની પોલ ખૂલી ગઈ છે.દસ ગામડાને જોડતા આ રસ્તાની ખરાબ હાલતને કારણે તેના પરથી પસાર થતા લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે.

ઘેડ પંથકના સ્થાનિકો અને જિલ્લા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો રસ્તો બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરીને તંત્ર ઉપર આક્ષેપ મૂકી રહ્યા છે. એક જ સારા વરસાદમાં રસ્તો ધોવાઈ જતા તંત્રની નબળી કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે..

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના માંગરોળમાં છેલ્લા ત્રણ દિવસથી પુર જેવી સ્થિતિ હતી..તાલુકાના ઓસા,ફુલરામા, ભાથરોટ,બગસરા, ઘોડાદર, સામરડા ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે..ઓસા ઘેડ ગામમાં લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે..ખેડૂતોના મગફળી કપાસ સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયુ છે..બીજી તરફ તંત્ર હજુ સુધી ઘેડના લોકો સુધી પહોંચ્યું નથી.

જૂનાગઢમાં ભારે વરસાદને પગલે કેશોદનો ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે. ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદી ગાંડીતૂર બની છે. કેશોદના બામણાસા ઘેડ અને બાલાગામ ખાતે 4 જગ્યાએ નદી ઉપરના પાળા તૂટી જતાં હજારો એકરમાં પાણી ફરી વળ્યાં છે. બામણાસા ઘેડ ગામના સંરપંચે તાત્કાલીક હોડી મોકલવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

ઓઝત નદીના પટને પહોળો અને ઉંડો કરવાની સરપંચ પુત્રએ માંગ કરી છે. તો તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે.

આ પણ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશનના દબાણ કરાયેલા પ્લોટની સમીક્ષા ઝોન સ્તરે ડેપ્યુટી કમિશ્નરો કરશે

 

Next Video