JUNAGADH : હેરિટેજ ઈમારત બાઉદ્દીન કોલેજ આસપાસ ગંદકીના ઢગલા

|

Aug 08, 2021 | 5:22 PM

હેરિટેજ ઇમારતને કારણે કોલેજ પ્રખ્યાત તો થઇ છે. પરંતુ તેની બાજુમાં જ આવેલા કચરાના ઢગ તેની પ્રતીભાને ઝાંખપ લગાવી રહ્યા છે. કોલેજના પાછળના ભાગે જે મનપાનું ડંપિંગ સ્ટેશન આવેલું છે.

JUNAGADH : શહેરમાં નવાબી કાળની ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જેમાં બાઉદીન કોલેજનો પણ સમાવેશ થાય છે જેને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ બાઉદીન કોલેજના પ્રિન્સીપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરાત થઈ નથી. પણ 123 વર્ષ જૂની બાઉદીન કોલેજને હેરિટેજ બનાવવા માટે 2.50 કરોડનું ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને કોલેજ દ્વારા ઇમારતને રીનોવેટ કરવા એસ્ટિમેટ પણ બનાવવામાં આવ્યો છે. બાઉદીન કોલેજને હેરિટેજ તરીકેની ગ્રાન્ટ તો ફાળવવામાં આવી પરંતુ તેની સાથે કચરાના ઢગ પણ મળ્યા.

હેરિટેજ ઇમારતને કારણે કોલેજ પ્રખ્યાત તો થઇ છે. પરંતુ તેની બાજુમાં જ આવેલા કચરાના ઢગ તેની પ્રતીભાને ઝાંખપ લગાવી રહ્યા છે. કોલેજના પાછળના ભાગે જે મનપાનું ડંપિંગ સ્ટેશન આવેલું છે. તેમાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે જેથી હેરિટેજ ગણાતી બાઉદીન કોલેજમાં ખુબજ દુર્ગંધ આવે છે. ત્યારે આ કચરાનું ડંપિંગ સ્ટેશન સરકાર હટાવે તો આ બાઉદીન કોલેજનો સાચા અર્થમાં હેરિટેજ તરીકે વિકાસ થશે.

 

Next Video