Junagadh : માંગરોળમાં ભારે વરસાદના પગલે લંબોરા ડેમ ઓવરફલો થયો

|

Sep 09, 2021 | 8:25 PM

જૂનાગઢમાં અવિરત વરસાદના પગલે માંગરોળનો લંબોરા ડેમ ઓવરફલો થતા કામનાથ નદીમાં પુર આવ્યું છે.માંગરોળના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાત(Gujarat)માં સતત વરસી રહેલા વરસાદના(Rain) પગલે નદીઓ અને ડેમોમાં પાણીની નવી આવક શરૂ થઈ છે. જેમાં જૂનાગઢમાં(Junagadh)અવિરત વરસાદના પગલે માંગરોળનો લંબોરા ડેમ(Lambora Dam)ઓવરફલો થતા કામનાથ નદીમાં પુર આવ્યું છે.

માંગરોળના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમજ ઘણા સમયથી માંગરોળ લંબોરા ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ઓછું હતું તેમજ ચિંતા વધી હતી. જો કે ધોધમાર વરસાદે સમગ્ર ડેમને ઓવરફ્લો કરી દીધો છે.

આ ઉપરાંત જુનાગઢનો વિલિંગડન ડેમ ઓવરફલોની તૈયારીમાં છે .જેમાં દાતાર પહાડોમાં ગઈકાલે ભારે વરસાદ પડતા ડેમમાં નવા નીરની આવક વધી છે. જૂનાગઢ શહેરને વિલિંગડન ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ આ ડેમ ઝડપથી ડેમ ઓવરફલો થાય તેવી શક્યતા છે. જયારે પહાડોમાંથી સતત પાણીની આવક શરૂ થઈ છે.

જયારે જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવમા નવા નીરની આવક વધી છે. શહેરની મધ્યમા આવેલ નરસિંહ મહેતા તળાવ છલકાવાની તૈયારીમાં છે. તેમજ ગઈકાલ શહેરમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતાં તળાવ છલોછલ ભરાયું છે. જ્યારે નરસિંહ મહેતા તળાવમા પાણીની આવક થતાં આસપાસ વિસ્તારોને ખૂબ મોટો ફાયદો થશે.

જૂનાગઢમાં ભવનાથ તળેટી થી ઉપર આવેલ જટા શંકર મંદિર પાસે પણ પાણીના ઝરણાં શરૂ થયા છે. જેમાં
પહાડોમાં સારો વરસાદ થતા ગીરનાર ઉપરથી સતત પાણી વહેતુ જોવા મળે છે. બુધવારે દિવસભર ગીરનાર પર્વત પર ભારે વરસાદ થયો હતો.

આ પણ વાંચો : Mehsana : ઉંઝા અને બહુચરાજી તાલુકામાં ભારે વરસાદ, જળાશયોમાં નવા નીર આવ્યા

આ પણ વાંચો : Vadodara : ફાટી નીકળેલા રોગચાળાને નાથવા અલગ-અલગ વિસ્તારોમાં મેડિકલ ટિમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેની કામગીરી

Published On - 8:23 pm, Thu, 9 September 21

Next Video