Vadodara : ફાટી નીકળેલા રોગચાળાને નાથવા અલગ-અલગ વિસ્તારોમાં મેડિકલ ટિમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેની કામગીરી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 220 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે

Vadodara :  ફાટી નીકળેલા રોગચાળાને નાથવા અલગ-અલગ વિસ્તારોમાં મેડિકલ ટિમો દ્વારા ડોર ટૂ ડોર સર્વેની કામગીરી
File photo
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 09, 2021 | 4:32 PM

વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું નિંદ્રાધીન તંત્ર મોડે મોડે જાગ્યું છે અને હવે મચ્છરોનો ઉપદ્રવને નાથવા તથા રોગચાળાને કાબુમાં લેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં છેલ્લા એક માસથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઇફોઇડ કોલેરા જેવા રોગોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે શહેરના લગભગ તમામ વિસ્તારોની અંદર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી શહેર કોંગ્રેસ પણ રોગચાળાને નાથવા માટે પગલાં લેવા મેદાનમાં ઊતર્યું છે.

રજુઆત બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 220 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ડોર ટુ ડોર સર્વે માટે શહેરના અલગ-અલગ 430 જેટલા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.24 કલાક દરમ્યાન 19753 ઘરોમાં સર્વે કરવામાં આવ્યું જેમાંશંકાસ્પદ ઝાડાના 59 કેસ મળી આવ્યા,ઝાડાં ઉલટીના 4 અને તાવ ના 171 કેસ મળી આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

વડોદરા શહેના જુદા જુદા વિસ્તારોમાં મચ્છર ના ઉદભવ સ્થાનો પર અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં અવાયું જેમાં 50 બાંધકામ સાઇટ પર ચકાસણી કરતા 16 સાઇટ પર મચ્છરો ના બ્રીડિંગ મળી આવતા નોટિસઆપવામાં આવી છે,આરોગ્ય વિભાગની ટિમો દ્વારા શેક્ષણિક સંસ્થાનો માં પણ ચકાસણી કરવામાં આવી છે13 હોસ્ટેલ અને સ્ફુલ માં ચકાસણી કરવામાં આવી 8 સ્થળોએ બ્રીડિંગ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે.

વડોદરા શહેર ના વિશ્વામિત્રી નદી ના કાંઠે સુભાષનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગનીં ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને ચકાસણી કરવામાં આવી હતી. vmc ની શિયાબગ કચેરીના સુપર વાઇઝર આકાશ ખત્રીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારમાં વિશેષ કાળજી લેવામાં આવી રહી છે અને જંતુનાશક દવાઓ નો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. પીવાના ચોખ્ખા પાણીના વાસણોને પણ ચકાસવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં દવાઓ નાંખવામાં આવે છે.

vmcની શિયાબગ કચેરીના મેડિકલ ઓફિસર ડ્રો અભિષેક રાઠોડે જણાવ્યું કે, નિષ્ણાતોને સાથે રાખી ઘરે ઘરે સર્વે દરમ્યાન સ્થળ પરજ લોહીના નમુના લેવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિને કોઈ રોગના લક્ષણ દેખાય તો તેને સારવાર માટે હેલ્થ સેન્ટર ખસેડવામાં આવે છે. આમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ટિમોને મેદાનમાં ઉતારી બહુવિધ કામગીરી કરવા સાથે રોગચાળાને કાબુમાં લેવાની કોશિશ શરૂ કરાઇ છે,પરંતુ રોગચાળો ક્યાર સુધીમાં અંકુશમાં આવશે તેનો કોઈ જવાબ તંત્ર પાસે નથી.

આ પણ વાંચો :Taliban Attack On Journalists: તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન કરતી મહિલાઓનું રિપોર્ટિંગ કરતા 2 પત્રકારોને માર માર્યા

આ પણ વાંચો :Good news : SBIના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર ! ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો તુરંત જ કરો આ કામ, મળી જશે નવી નોટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">