
જૂનાગઢ (Junagadh) જિલ્લામાં આવેલા વંથલી સોમનાથ હાઇ વે (Somnath highway) અતિશય બિસ્માર બની ગયો છે. ફક્ત બે વર્ષ પહેલા જ બનેલો હાઈવે એકદમ બિસ્માર થઈ ગયો છે. આમ તો નેશનલ હાઈ વેનું સમારકામ કરવાની જવાબદારી નેશનલ હાઇવે (National highway) ઓથોરિટીની છે, પરંતુ તેના દ્વારા કામ ન કરાતા જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ કામચલાઉ રીતે ખાડા પૂર્યા હતા. મેઘરાજાએ રાજ્યભરમાં વિરામ લીધો છે છતાં તંત્રના પાપે પ્રજાજનોને બિસ્માર રસ્તાઓના ત્રાસથી મુક્તિ મળી નથી.
વંથલી ના શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ પણ પોલીસ જ્યારે હાઇવે પર ખાડા પૂરી રહી હતી ત્યારે ત્યાં પહોંચીને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ખાડા માં રસ્તા છે રસ્તામાં ખાડા છે કલ્પના કરવી ખૂબ અઘરી છે જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી છે તેવો એ લોકોના જીવના જોખમની ચિંતા કરી અને પાવડા તગારા લઈ અને ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી જ્યારે નેશનલ હાઇવે ના અધિકારી અને કોટ્રાક્ટરો જાડી ચામડી વાળા ના મનમાં પણ નથી અને હજુ ભર નિંદ્રા માં સુતું હોય તેવું લાગે છે પાંચ વર્ષથી આ હાઇવેના કામ ચાલે છે તો ક્યારે પૂર્ણ થશે એ ચિંતા છે લોકો ટોલનાકા ટોલ ચૂકવવો ના જોઈએ અમારી માંગ છે કે તાત્કાલિક હાઇવે રોડ અને બ્રિજના કામ પૂર્ણ કરે
જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશી એ પણ જેતપુર સોમનાથ હાઇવે રોડની ચિંતા કરી ખેદ વ્યક્ત કર્યો હતો કે અનેક વાર સ્થાનિક જિલ્લા કલેકટરની ફરિયાદ સમિતિ માં અનેક વાર રજુઆત કરવામાં આવી પણ ક્યારેય હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ હાજર રહેતા નથી અને જે હાઇવે પર ખેડૂતો ના ખેતરો આવેલા છે તેના સર્વિસ રોડ પણ બનવવા માં આવ્યા નથી અને આ હાઇવે બનાવવાની કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ થઈ છે પણ રાજ્ય સરકાર આ બાબતે નોંધ લેતું નથી.
ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર-કચ્છ હોય. ગુજરાતનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રોડ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે પ્રજાજનો ત્રસ્ત ન હોય, એક પણ નગર કે ગામ એવું નથી કે જેના રોડ બિસ્માર ન હોય. તમામ રસ્તાઓની હાલત એવી થઈ ગઈ છે કે તેના પરથી વાહન લઈને પસાર થવું તો દૂરની વાત છે, લોકો ચાલીને પણ પસાર થઈ શકે તેમ નથી. રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નાગરિકો રોજ તંત્ર સામે રોષ ઠાલવી રજૂઆતો કરે છે, પરંતુ તંત્ર રસ્તાના સમારકામના નામે ફક્ત વાયદાઓ કર્યા રાખે છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે તંત્ર વાયદાને બદલે નક્કર કાર્યવાહી ક્યારે કરશે?
માર્ગ અને વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી 16 ઓગસ્ટ 2022ના રોજ ગીર સોમનાથની મુલાકાતે હતા. જ્યાં પૂર્ણેશ મોદીએ મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે ‘ગત વર્ષે મારી પાસે જે કઈ ફરિયાદો આવી હતી ખાડા પુરવાની, એમાં અમે 100 ટકા ખાડા પુરી દીધા છે. આ વખતના વરસાદ પછી અલગ પ્રકારની સ્થિતિ છે. પહેલા તો એ સમજી લેવાની સ્થિતિ છે કે આ કુદરતી પ્રક્રિયા છે. વરસાદની ઋતુએ એની પેટર્ન બદલી છે. પહેલા એક સમયમાં આખા સીઝનનો વરસાદ 60 ટકા થતો હતો. એની જગ્યા હવે બે-ત્રણ દિવસમાં 50-60 ઈંચ વરસાદ પડે છે. આ પ્રકારની પેટર્ન વરસાદે બદલી હોવાથી રસ્તાની હાલત આવી થવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે.’
Published On - 5:08 pm, Sat, 20 August 22