JUNAGADH : આવતીકાલથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ, પ્રખ્યાત ભવનાથ મંદિરમાં તૈયારીઓ

|

Aug 08, 2021 | 10:42 PM

આવતીકાલથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસ નિમિતે જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકોને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

JUNAGADH : આવતીકાલથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસ નિમિતે જૂનાગઢના પ્રખ્યાત ભવનાથ મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકોને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમજ મંદિરમાં ભીડ ના સર્જાય તેની મંદિર મેનેજમેન્ટ દ્વારા તકેદારી રાખવામાં આવશે. મંદિર પરિસરમાં સેનેટાઇઝરની સુવિધા રહેશે. માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જે ભાવિકો મહાદેવને અભિષેક કરવા માંગતા હોય તેમના માટે મંદિર મેન્જેમેન્ટ દ્વારા અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જ ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Published On - 10:39 pm, Sun, 8 August 21

Next Video