JUNAGADH : માણાવદર પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા, સવારથી બપોર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

|

Jul 25, 2021 | 5:56 PM

માણાવદરના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. માણાવદર પંથકમાં સવારથી બપોર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

JUNAGADH : જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને માણાવદરના ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. માણાવદર પંથકમાં સવારથી બપોર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માણાવદર પંથકના મટિયાણાં, પાદરડી, આંબલિયા, માંડોદરા સહિત ઘેડ પંથકના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં વોકળા અને નાળાઓ વહેતા થયા છે. અને, ભારે વરસાદને કારણે અહીં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. અને, સમગ્ર પંથકમાં જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

 

Published On - 5:51 pm, Sun, 25 July 21

Next Video