Junagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી ” જૂનાગઢ જનવાણી” એપ લોન્ચ કરાઇ

junagadh : હાલ જયારે મોબાઇલ ટેકનોલોજીનો યુગ છે. ત્યારે જૂનાગઢના ખેડૂતો પણ આ એપનો ઉપયોગ કરી ખેતીવિષયક માહિતી આસાનીથી મેળવી શકશે.

Junagadh : રાજયમાં સૌ પ્રથમવાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતીલક્ષી  જૂનાગઢ જનવાણી એપ લોન્ચ કરાઇ
ખેતીલક્ષી એપ લોન્ચ કરાઇ
| Edited By: | Updated on: Jun 28, 2021 | 4:07 PM

junagadh : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા “જૂનાગઢ જનવાણી” નામની એપની શોધ કરવામાં આવી છે. રાજ્ય અને દેશભરના ખેડૂતો પોતાના મોબાઈલમાં એપ ઓપન કરી ખેતીલક્ષી માહિતી મેળવી શકશે. દેશમાં પ્રથમ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ દ્વારા આ એપને લોન્ચ કરવામાં આવી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્રભરમાં છે. ત્યારે કૃષિ યુનિવર્સીટીમાં એફ એમ રેડિયોની શરૂઆત 2015માં કરવામાં આવી છે. આ રેડિયો મારફતે ખેડૂત ખેતી વિશે તમામ માહિતી મેળવી શકે આ હેતુથી ખાસ કામગીરી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢની આજુબાજુમાં 12 કિલોમીટરમાં ખેતી લક્ષી માહિતી મળી શકતી.

પણ હવે વિશ્વના કોઈપણ ખૂણે ખેડૂત પોતે ખેતી વિશે માહિતી મેળવી શકે તે હેતુથી જૂનાગઢ જનવાણી નામની એપ ડેવલપ કરવામાં આવી છે. અને આ એપ ખેડૂત પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ખેડૂત ખેતી કામ કરતા કરતા પણ સાંભળી શકે છે. આ તમામ ખેતી વિશે માહિતી વિશ્વભરના ખેડૂતો મેળવી શકશે.

હાલ જયારે ટેકનોલોજીનો યુગ છે. ત્યારે જૂનાગઢના ખેડૂતો પણ આ એપનો ઉપયોગ કરી ખેતીવિષયક માહિતી આસાનીથી મેળવી શકશે. જેથી ખેડૂતોનો આર્થિક વિકાસ અને પ્રગતિ થઇ શકે તેવો ઉમદ્દા હેતું આ એપ લોન્ચ કરવા પાછળનો છે.

 

Published On - 4:04 pm, Mon, 28 June 21