Junagadh : વીજ પોલ નાખવા મુદ્દે જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયુ

|

May 14, 2022 | 11:12 PM

જેટકોનું( Jetco) વલણ અડગ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. એક તરફ વીજપોલની કામગીરી શરૂ કરવા જેટકો કંપની પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે. તો બીજી તરફ કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનો પણ ખેડૂતોને સમર્થન આપવા પહોંચ્યા છે.

ગુજરાતમાં જૂનાગઢના(Junagadh) થાણાપીપલી ગામમાં જેટકો કંપની (Getco) અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયુ છે. જેમાં જમીનમાં વીજપોલ(Electricity Poll)  નાખવા મુદ્દે જેટકો અને ખેડૂતો આમને સામને આવી ગયા છે. ખેડૂતોએ તેમની જમીન પર વીજપોલ ન નાખવા અંગે અનેકવાર જેટકોને રજૂઆત કરી હતી. પરંતુ જેટકોનું વલણ અડગ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. એક તરફ વીજપોલની કામગીરી શરૂ કરવા જેટકો કંપની પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે. તો બીજી તરફ કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાનો પણ ખેડૂતોને સમર્થન આપવા પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અલગ અલગ જિલ્લાના જેટકો દ્વારા વીજલાઇન અને પોલ નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અનેક સ્થળોએ જેટકોના કર્મચારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહ્યું છે. તેમજ જેટકો દ્વારા જોહુકમી ચલાવી પોલીસ બંદોબસ્ત સાથે જબરજસ્તી કામ શરૂ કરતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે. જો કે હાઇકોર્ટમાં પણ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવ્યો છે તેની ઉપરવટ જઈ ખેડૂતો ને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની પણ ફરિયાદ છે. હાઇકોર્ટના આદેશને પણ GETCO ના અધિકારી ઘોળીને પી ગયા હોવાનો ખેડૂતો નો આરોપ છે. ખેડૂતો યોગ્ય વળતર ચુકવવાની માંગ પણ કરી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં ઉભા પાકને ઉખાડીને GETCOએ વીજપોલ ઉભા કરી રહ્યું છે. GETCO પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરતા વિરોધ કરવામાં આવે છે. ખેડૂતોની માગ છે કે તેમના પર થતાં દમન બંધ કરવામાં આવે અને પાકનું વળતર મળ્યા બાદ જ વીજપોલ નાખવામાં આવે.આ અંગે GETCO તરફથી કોઈ વાત કરવામાં ન આવતાં ખેડૂતોમાં રોષ છે.

Next Video