Junagadh: મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો, મુખ્યપ્રધાન ભવનાથના દર્શન કરી સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે

|

Feb 28, 2022 | 9:01 AM

સામાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ  મેળામાં શ્રદ્ધાળુ ઓછા જોવા મળે છે પરંતુ આ વર્ષે મેળાના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Junagadh: મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો, મુખ્યપ્રધાન ભવનાથના દર્શન કરી સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે
Junagadh bhavnath melo

Follow us on

જૂનાગઢ (Junagadh) ના ભવનાથ (Bhavnath) માં યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળા (Maha Shivratri fair)નો રંગ જામ્યો છે. રવિવારે મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં ઉમટ્યા. હજુ પણ મોટી ઉંમરના લોકો સાથે યુવાનો પણ મેળામાં આવી રહ્યા છે અને મહાદેવ તેમજ સાધુ સંતોના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.

મુખ્યપ્રધાન મેળામાં પહોંચશે

આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ભવનાથ ખાતે આવશે અને તેઓ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. મુખ્યપ્રધાન 9 વાગ્યે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન બાદ 9:40 વાગ્યે શેરનાથબાપુના આશ્રમ જશે. ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કરશે. મુખ્યમંત્રી 11 વાગ્યે ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ મેળવશે.

આ વખતે મેળામાં રાજકીય હસ્તીઓ પણ આવીને આશીર્વાદ મેળવી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. મેળો શરૂ થવાના એક દિવસ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભવનાથ આવ્યા હતા અને મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2 વર્ષ પછી યોજાયો છે મેળો

કોરોનાકાળમાં બે વર્ષ જૂનાગઢના ભવનાથનો મેળો બંધ રહ્યા પછી આ વર્ષે મેળો યોજાતા અત્યારે મેળામાં લોકો અવિરત ઉમટી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ગીરનાર તળેટી પહોંચ્યા છે અને છાવણી નાખી ધૂણી ધખાવી છે. મેળામાં અલગ-અલગ અખાડાના સાધુ સંતો છે. નાથ સંપ્રદાયના સાધ્વીજી પણ મેળામાં પધાર્યા છે. તેમણે કહ્યું કે, અહીં તેમને મહાન સંતોના દર્શન થાય છે અને ઘણુ શીખવા પણ મળે છે.

મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામી હતી. સમાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ મેળામાં શ્રદ્ધાળુ ઓછા જોવા મળે છે પરંતુ આ વર્ષે મેળાના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યાનો માહોલ જોવા મળતો હતો. છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પાણીની સમસ્યાનું નિવારણ

ભવનાથના મેળામાં 100 થી વધુ અન્નક્ષેત્રમા મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળે છે. આ વર્ષે માનવ મહેરામણ ઉમટ્યુ હોવાને પગલે ભવનાથના મેળામાં એસ.આર.પી. સહીત 3000 હજાર પોલીસ જવાનો તૈનાત કરાયા છે. તો મેળામાં દર વખતે પાણીની ફરિયાદ રહેતી. તેને નિવારવા 8 ટાંકીને ઓનલાઇન કરી દેવાઇ છે. જેથી તેમાં કેટલું પાણી છે એ કર્મચારી પોતાના મોબાઇલમાં રીયલ ટાઇમ જોઇ શકે અને ખાલી થાય એટલે તુરંત ટેન્કરથી ભરી શકે. આ રીતે અમે ઓનલાઇન પાણીની વ્યવસ્થા કરાવી છે.

આ પણ વાંચો-

Jamnagar: પરંપરાગત ખેતી છોડી મોખાણા ગામના ખેડૂતોએ ફુલોની ખેતી અપનાવી, ઓછા ખર્ચમાં જ રંગેબેરંગી ફુલોથી ખેતર લહેરાયા

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સુરત બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપશે

Next Article