Junagadh: ઉપરકોટના રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન રાણકદેવીના મહેલનો ઘુમ્મટ પડતાં 1 મોત, 3 ઘાયલ

|

Feb 05, 2022 | 3:27 PM

ઉપરકોટમાં રાણકદેવીના મહેલમાં કામ ચાલી રહ્યું હતું, આ કામગીરી દરમિયાન ઘુમ્મટ પડતા ચારથી વધુ લોકો દબાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

જૂનાગઢ (Junagadh) ખાતે આવેલા ઉપરકોટ (Uparkot) ના રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન દુર્ઘટના બની હતી. ઉપરકોટમાં રાણકદેવીના મહેલમાં કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન ઘુમ્મટ પડતા ચારથી વધુ લોકો દબાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ (Hospital) માં ખસેડાયા હતા. મરનારનું નામ સોનુંસિંઘ રજતસિંઘ ઠાકોર છે.

જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટના કિલ્લાનું હાલમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ (Gujarat Tourism Corporation Limited) દ્વારા કાર્યવાહી હાથ ધરાી છે. 2,72, 490 ચોરસ વારમાં પથરાયેલા ઉપરકોટના કિલ્લાનું કંઝર્વેશન, રિસ્ટોરેશન એન્ડ ડેવોલોપમેન્ટની કામગીરી માટે 44.46 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ કામગીરી પૂર્ણ થતા જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.

ઉપરકોટની અંદર આવેલી અડીકડી વાવ, અનાજના ભંડાર,ગાર્ડન એરિયા, વોચ ટાવર, ફિલ્ટરેશન ટાવર, નવઘણ કૂવો, રાણકદેવીનો મહેલ, એમ્ફિ થિયેટર, બારૂદ ખાના 1 અને 2, બુદ્ધિસ્ટ ગુફા અને એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અંદાજે 56 હેકટરમાં પથરાયેલો છે. કિલ્લાની દીવાલની લંબાઇ 3080 મીટર છે. નાના-મોટા કાંગરાની સંખ્યા 1174 છે અને બંદૂક રાખવા માટે 220 મોટા ગોખ અને 225 નાના ગોખ છે. દિવાલની સામાન્ય પહોળાઇ 9 મીટર છે. આ કિલ્લો ખૂબ જૂનો છે, તેને કોણે બંધાવ્યો હતો તેનો સત્તાવાર ઇતિહાસ પ્રાપ્ત નથી, પણ આ જૂના કિલ્લાના કારણે જ શહેરનું નામ જૂનાગઢ પડ્યું છે.

આ પણ વાંચોઃ RAJKOT : ભાજપના MLA ગોવિંદ પટેલનો ગૃહમંત્રીને પત્ર, પોલીસ કમિશનર પર રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચોઃ Surat: રાંદેરમાં કૅરટેકરે માર મારતા 8 માસની બાળકી ઇજાગ્રસ્ત, બાળકીની હાલત અત્યંત નાજુક, જુઓ કૅરટેકરની કરતુતનો આ વીડિયો

Next Video