Weather Upate : જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં મેહુલિયો ખૈલેયાની મજા બગાડશે, જાણો તમારા શહેરના હવામાનનો મિજાજ

|

Sep 29, 2022 | 6:45 AM

હવામાન વિભાગનુ માનીએ તો રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ(Rain) થવાની સંભાવના છે.

Weather Upate : જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં મેહુલિયો ખૈલેયાની મજા બગાડશે, જાણો તમારા શહેરના હવામાનનો મિજાજ
Gujarat Weather

Follow us on

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી (Kutch) ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે (IMD) ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હાલ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનુ માનીએ તો રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ(Rain) થવાની સંભાવના છે.

ઉતર ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા ઓછી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 29 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તો આણંદમાં (Anand) વરસાદની શક્યતા ઓછી છે.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.તો ભેજવાળુ વાતાવરણ રહેશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ બફારાનુ પ્રમાણ વધશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક બફારો

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે, તો શહેરવાસીઓને આજે બફારાનો અનુભવ થશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યાં વરસાદની સંભાવના ઓછી છે.મધ્ય ગુજરાતના મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે. તો દિવસ દરમિયાન શહેરીજનોને બફારાનો અનુભ થશે. છે.મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની સંભાવના ઓછી છે.

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે,તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદ વરસાદની સંભાવના ઓછી છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મેઘાના મંડાણ

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન ભારે વરસાદ થશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે,તો હળવા વરસાદની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 34 રહેશે.

ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ રહેશે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 32 રહેશે તેમજ ભારે વરસાદ થશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Next Article