Gujarat weather: આખરે ઠંડા પવનોથી જામ્યો શિયાળાનો માહોલ, જાણો તમારા શહેરમાં કેવો રહેશે ઠંડીનો ચમકારો!

|

Dec 23, 2022 | 3:04 PM

ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે અને રાત્રિનું તાપમાન (temperature) મોટા ભાગના જિલ્લામાં ગગડયું છે ત્યારે ગાંધીનગર, મોરબી, અમદાવાદ સહિતના જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 11થી 14 ડિગ્રી સુધી ગગડે તેવી શકયતા છે.

Gujarat weather:  આખરે ઠંડા પવનોથી જામ્યો શિયાળાનો માહોલ, જાણો તમારા શહેરમાં કેવો રહેશે ઠંડીનો ચમકારો!
winter 2022

Follow us on

રાજ્યના હવામાનમાં બે દિવસથી ફેરફાર થયો છે અને સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ નલિયા અને કચ્છના કેટવાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરના પવનો ફૂંકાવાને કારણે તાપમાનનો પારો ગગડયો છે. ગત રોજ અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી હતું જે આજે દિવસ દરમિયાન 29 ડિગ્રી થઈ ગયું છે આજે સાંજે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડે તેવી શકયતા છે.

આજે મોરબી, ગાંધીનગર, છોટા ઉદેપુરમાં સાંજથી અનુભવાશે તીવ્ર ઠંડી

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 32ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 12 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન17 ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 31 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે.

Published On - 2:47 pm, Fri, 23 December 22

Next Article