ઉત્તરાયણ પર હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે ઉત્તરાયણ પર્વ પર રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ 3 થી 6 ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 9 થી 10 ડિગ્રી રહેશે. તેમજ હવામાન વિભાગે કચ્છમાં ફરી કોલ્ડવેવની આગાહી કરી છે બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 9 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 10 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 09 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રહેશે.
જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાશે. જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલું નીચું જશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 28 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી રહેશે.