Gujarat : વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, ઉંમરગામમાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ વરસાદ નોંધાયો

|

Sep 01, 2021 | 9:20 AM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં 228 તાલુકામાં વરસાદ ખાબકયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં 16 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, વઘણીમાં 3.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

વહેલી સવારથી અત્યારસુધી કયાં કેટલો વરસાદ નોંધાયો ?

નોંધનીય છેકે રાજ્યમાં અત્યાર સુધીમાં 45.85 ટકા વરસાદ નોંધાયો છે. તો આજે પણ વહેલી સવારથી રાજયમાં અનેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે બે કલાકમાં માળિયાહાટીનામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છેલ્લા 2 કલાકમાં ગીરગઢડામાં 2, ગોંડલ-માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

જુનાગઢ પંથકમાં વહેલી સવારથી વરસાદના મંડાણ

જૂનાગઢના માળિયાહાટીનામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. અને, માળિયાહાટીના અને આસપાસના પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનને પગલે આ પંથકના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને જીવતદાન મળ્યું છે.

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ગીરસોમનાથ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડામાં વરસાદ ખાબકયો છે. તો જિલ્લાના વેરાવળ, તાલાલામાં પણ મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં હરખ સમાતો નથી.

રાજકોટના ગોંડલ-જસદણ પંથકમાં વહેલી સવારથી વરસાદ

તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોંડલમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગોંડલ શહેરના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. કારણ કે મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને વરસાદને કારણે નવજીવન મળ્યું છે. તો જિલ્લાના જસદણ પંથકમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે.

Next Video