રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક મેઘાની ધીમી સવારી તો ક્યાંક જોવા મળ્યુ રોદ્ર સ્વરૂપ

જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના(Tapi)  ડોલવણ તાલુકામાં ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો. 33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી (Heavy rain) માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક મેઘાની ધીમી સવારી તો ક્યાંક જોવા મળ્યુ રોદ્ર સ્વરૂપ
Heavy rain in gujarat
| Edited By: | Updated on: Jul 03, 2022 | 9:25 AM

Gujarat : અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના (Navsari) વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના (Junagadh) માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ,તાપીના(Tapi)  ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી (Heavy rain) માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદના સીસ્વામાં ભારે વરસાદને પગલે તબાહી

દક્ષિણ ગુજરાતના આણંદના(Anand)  સીસ્વામાં ભારે વરસાદને પગલે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ભાડથર, ભાટેલ, કેશોદ ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. તો ગોંડલ(gondal)  તાલુકામાં ભારે વરસાદને પગલે લાલપુલ અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા.બોટાદના રાણપુરની સુખભાદર નદી બે કાંઠે વહેવા લાગી.તો અમરેલીના (Amreli) ધારી પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢ, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો.. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પણી ફરી વળ્યા. તો ગીરસોમનાથના વેરાવળ અને દેવભૂમિદ્વારકાના ભાણવડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

Published On - 8:13 am, Sun, 3 July 22