JUNAGADH : ઉજ્જવલા યોજના 2.0 માં રાજ્યમાં 5 લાખ મફત LPG કનેક્શન આપવામાં આવશે, CM રૂપાણીએ કરી જાહેરાત

|

Aug 15, 2021 | 11:29 AM

CM રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું.

JUNAGADH : આજે સ્વતંત્રતા પર્વના રાજ્યસ્તરના સમારંભમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ‘લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ’ સૂત્ર આપ્યું. તેમણે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી. આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી. બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

નાગરિકોને સંબોધતા મુખ્યપ્રધાને લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું. CM રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યનો ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30 ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.

Next Video