Junagadh : ધારાસભ્ય હર્ષદ રિબડિયાની માંગ, સરકારે ખેડૂતોની સ્થિતિ અંગે વિચાર કરે

|

Aug 15, 2021 | 8:15 PM

જેમાં હર્ષદ રિબડિયાએ કહ્યું કે- સૌની યોજના અંતર્ગત ડેમોમાં સરકાર પાણી આપે.જો હાલ ખેડૂતોને પાણી નહીં મળે તો પાક બરબાદ થઇ જશે. જેમાં પાછળથી વરસાદ આવશે તો પીવાનું પાણી પણ મળી જશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્યએ પ્રહાર કર્યા છે. જેમાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોની સ્થિતિ અંગે વિચાર કરવો જોઇએ. જેમાં હર્ષદ રિબડિયાએ કહ્યું કે- સૌની યોજના અંતર્ગત ડેમોમાં સરકાર પાણી આપે.જો હાલ ખેડૂતોને પાણી નહીં મળે તો પાક બરબાદ થઇ જશે. જેમાં પાછળથી વરસાદ આવશે તો પીવાનું પાણી પણ મળી જશે. તેમણે કહ્યું કે-કોઇપણ સંજોગોમાં ખેડૂતોને પાણી મળવું જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે.સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે. જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે.

આ પણ વાંચો : Technology : ઈન્સ્ટાગ્રામનું આ નવુ ફીચર યુઝર્સને ઓફેન્સીવ કોમેન્ટસ અને મેસેજીસથી સુરક્ષિત કરશે

આ પણ વાંચો : 75th Independence Day : આ કારણોસર શેરશાહ બની ગઈ છે આ સ્વતંત્રતા દિવસની સૌથી ગમતી ફિલ્મ

Published On - 8:12 pm, Sun, 15 August 21

Next Video