Breaking News : જૂનાગઢ શહેર અને જિલ્લામાં બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

|

Jul 23, 2023 | 9:38 AM

જૂનાગઢમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

Breaking News : જૂનાગઢ શહેર અને જિલ્લામાં બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
Junagadh collector Notification (1)

Follow us on

Junagadh Rain : જૂનાગઢમાં શનિવારે પડેલા ભારે વરસાદના (Rain) કારણે તારાજી સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video

જુનાગઢમાં લોકોને 24 જુલાઇ રાત્રીના 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનાગઢના પ્રવાસન સ્થળો પર પ્રવેશ નિષેધ કરાયો છે. જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે

ભારે વરસાદના કારણે જૂનાગઢની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પાણીની પુષ્કળ આવકના કારણે નદી બે કાંઠે વહી રહી છે તેમજ સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જાન માલની સલામતી અને વધારે નુકશાન થતું અટકાવવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

Junagadh collector Notification

જૂનાગઢમાં વરસાદે મચાવ્યો કહેર

જૂનાગઢમાં વરસાદે એવો કહેર મચાવ્યો કે ફક્ત બે કલાકમાં જ જૂનાગઢ જાણે દરિયો બની ગયું હતું. રસ્તાઓ, મકાનો, કાર, બાઈક, કેબિન બધું જ પાણીમાં ડૂબી ગયું, તો ક્યાંક સામાન પણ તણાયો હતો. કાળવા નદીનું પાણી સમગ્ર જૂનાગઢ શહેરમાં ફરી વળ્યું હતું જેના કારણે ફક્ત બે જ કલાકમાં જૂનાગઢના હાલ બેહાલ થયા હતા.

કાળવા નદીનું પાણી શહેરના રસ્તા પર ફરી વળ્યું

કાળવા નદી ગાંડીતૂર થતાં નદીનું પાણી શહેરના રસ્તા પર વહેવા લાગ્યું. જેના કારણે જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો રસ્તા વચ્ચે જ અટવાઈ ગયા હતા. અનેક ગાડીઓ અને લોકો તણખલાની જેમ તણાયા હતા. તો બીજીતરફ ભવનાથ વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા કેટલાક લોકો તણાવા લાગતાં તેમને બચાવી લેવાયા હતા.

જૂનાગઢમાં કુલ 750 લોકોનું સ્થળાંતર કરાયું

જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે એસટી વિભાગના ટાયર અને ઓઇલના બેરલ વરસાદી પાણીમાં તણાયા હતા. હજારો ટાયર વરસાદી પાણીમાં બે કિલોમીટર સુધી તણાયા હતા. તેમજ કૃષિ યુનિવર્સિટીની દીવાલ ધરાશાયી થઈ હતી. તો વહેતા પાણીમાં લારી-ગલ્લા તણાયા હતા. વરસતા વરસાદમાં અનેક લોકોનું રેસ્કયુ કરાયું હતું. તો જૂનાગઢમાં કુલ 750 લોકોનું સ્થળાંતર કરાયું છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:50 am, Sun, 23 July 23

Next Article