ગુજરાતમાં કોંગ્રસને મોટો આંચકો,વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું

|

Oct 04, 2022 | 10:10 PM

ગુજરાત વિધાનસભા ચુંટણીની લઇને (Gujarat Assembly Election 2022)  રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને(Congress)  વધુ એક આંચકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભા ચુંટણીની લઇને (Gujarat Assembly Election 2022)  રાજ્યનું રાજકારણ ગરમાયું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને(Congress)  વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ(Harshad Ribadiya)  ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. હર્ષદ રિબડીયા વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું હતું. તેમજ કોંગ્રેસમાંથી છેડો ફાડયા બાદ રિબડીયાની ભાજપમાં જોડવવાની અટકળો તેજ થઈ છે.

આ દરમ્યાન વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય  હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

Published On - 10:03 pm, Tue, 4 October 22

Next Video