Junagadh: વંથલીના ટીકર નજીક કરાર ગામે શોર્ટસર્કિટથી ઘઉંનો ઊભો પાક બળીને ખાખ

|

Mar 05, 2021 | 9:56 PM

Junagadh: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીક કરાર ગામે ખેતરમાં રહેલ વીજપોલમાં શોર્ટ સર્કિટ થતાં ખેતરોમાં આગ લાગી હતી. ખેતરોમાં આગ પ્રસરતા ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થયો હતો. 

Junagadh: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીક કરાર ગામે ખેતરમાં રહેલ વીજપોલમાં શોર્ટ સર્કિટ થતાં ખેતરોમાં આગ લાગી હતી. ખેતરોમાં આગ પ્રસરતા ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થયો હતો.  ખેડૂતોએ જીવના જોખમે આગ ઓલવવાનો અને પાકને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગની આ ઘટનામાં અંદાજે 60થી 70 વિઘા ખેતરમાં ઘઉંનો પાક બળી  ગયો હતો. ખેડૂતોએ વીજ કંપનીની બેદરકારીને કારણે આગ લાગી હોવાના આરોપ સાથે વીજકંપની પાસે નુકસાનના વળતરની માંગ કરી છે.

 

 

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોના વકર્યો, દોઢ મહિના બાદ 500થી વધુ કેસ

Next Video