Junagadh: કેશોદના મઢડામાં સોનલધામના બનુમાનું નિધન, આજે સમાધી અપાશે

બનુમા દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે, સોનલ માતાજીના બહેન બનુમા ઘણા સમયથી બીમાર હતાં

Junagadh: કેશોદના મઢડામાં સોનલધામના બનુમાનું  નિધન, આજે સમાધી અપાશે
કેશોદના મઢડામાં સોનલધામના બનુમાનું નિધન, આજે ચાર વાગ્યે સમાધી અપાશે
| Edited By: | Updated on: Feb 15, 2022 | 4:24 PM

જૂનાગઢ  (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના મઢડા ગામ આવેલ સોનલધામના બનુમાનું ગઈકાલે દુઃખદ નિધન થયું હતું. વહેલી સવારથી જ તેમના પાર્થિવ દેહને અંતીમ દર્શન માટે રાખવામાં આવતા દૂર દૂરથી ભકતો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

કેશોદ સોનલધામ સૌરાષ્ટ્ર અને દેશ દુનીયામાં ધર્મની ધજા ફરકાવીને અનેક પરચા આપ્યા હતા. સોનલમાના બહેન આઇ બનુમા 93 વર્ષની વયે દેવલોક પામ્યા છે. બનુમાનું નિધન થતાં દુઃખ સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સાંજના ચાર વાગ્યાના સમય દરમિયાન બનુંમાની પાલખી યાત્રા સાથે હજારો ભક્તોની ઉપસ્થિતીમાં અંતીમ વિદાય આપીને સમાધી દેવામાં આવશે.

બનુમા દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. બનુમાના પાર્થિવદેહને આજે સાંજે સમાધી આપવામાં આવશે. સોનલ માતાજીના બહેન બનુમા ઘણા સમયથી બીમાર હતા.

બનુઆઇ દેવલોક પામ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો અંતિમ દર્શન માટે કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલમાના મંદિરએ આવી રહ્યાનું જાણવા મળ્યું છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે.

 


બનુમાના નિધન બાદ આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું કે મઢડા મુકામે આજે ફરી અંધકાર છવાયો, માં જગદંબા બનુમા દેવલોક પામ્યા છે! સોનલમાં બાદ માતાજી બનુમા સમાજ સુધારક તરીકે બીડું ઝડપીને વર્ષો સુધી કામ કર્યું, મા બનુમા એ અઢારે વર્ણ માટે આશીર્વાદ રૂપી અમૃતનું એક સ્થાન હતું! આજે બનુમાની વિદાયથી ના પુરી શકાય એવી ખોટ ચોક્કસ પડી છે !ૐ શાંતિ !

 


ભાજપના નેતા જવાહર ચાવડાએ ટ્વીટ કર્યું કે આઈ શ્રી સોનલમાના સંદેશને જનજન સુધી પહોંચાડનાર સોનલધામ મઢડાના આઈ શ્રી બનુમા દેવલોક પામ્યા છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી અભ્યર્થના.

 


કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે ટ્વિટ કર્યું કે આઇશ્રી સોનલમાની પ્રતિકૃતિ સમાન આઈ શ્રી બનુમા (મઢડા) પોતાની જીવનલીલા સંકેલી મોટા ગામતરે (સ્વર્ગે) સિધાવ્યા છે ત્યારે સમગ્ર ચારણ સમાજની શક્તિ પરંપરાની વિરાટ ચેતનાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાની અંતિમ યાત્રા નીકળી, માતા-પિતાએ ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી

આ પણ વાંચોઃ Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના વધુ ત્રણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા