Junagadh : માંગરોળમાં સૌથી વધારે 7 ઇંચ વરસાદ નોંધાયો, બે દિવસમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

|

Sep 02, 2021 | 1:35 PM

માંગરોળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અને, છેલ્લા 24 કલાકમાં અહીં 7 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાનું મનાય છે. ભારે વરસાદને પગલે માંગરોળ શહેરમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

Junagadh : માંગરોળમાં સૌથી વધારે 7 ઇંચ વરસાદ નોંધાયો, બે દિવસમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
Junagadh: Mangrol received maximum rainfall of 7 inches, more than 12 inches in two days

Follow us on

Junagadh : માંગરોળમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અને, છેલ્લા 24 કલાકમાં અહીં 7 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાનું મનાય છે. ભારે વરસાદને પગલે માંગરોળ શહેરમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. તો સોસાયટીના અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસ્યા

અહીં છેલ્લા બે દિવસમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જેથી શહેરમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.વરસાદી પાણીના નિકાલના અભાવે સંતોષીનગર, ભવાનીનગર, ગાયત્રીનગર, છાપરા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે તિરૂપતિ નગરમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તલાલામાં 5 ઇંચ વરસાદ નોંધાયો

જ્યારે ગીર પંથકમાં મંગળવારથી ધીમીધારના વરસાદે સવારે વેગ પકડ્યો હતો. તાલાલા તાલુકામાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લીધે આંબાજળ, વનારિયા વોંકળાઓમાં ભારે પુર આવ્યા હતા. આથી હિરણ નદીમાં પણ નવા નીરની આવક શરૂ થઇ હતી. પરિણામે કમલેશ્વર તરીકે ઓળખાતા હિરણ-1 ડેમમાં 1 ફૂટ નવું પાણી આવ્યું હતું. આ સાથે ડેમમાં પાણીની કુલ સપાટી 19.75 ફૂટે પહોંચી છે.

 તલાલાના આંકોલવાડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો
તાલાલાના આંકોલવાડી, રમળેચી, ગલિયાવડ, ખીરધાર, ધણેજ, હરીપુર, ચિત્રાવડ, લાડુડી, જંગર સહિતના વિસ્તારમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીરની ઉગમણી દિશામાં આવતા આંકોલવાડી, માધુપુર, સુરવા, હડમતિયા, સહિતના ગામોમાં 3 ઇંચ વરસાદ થયો હતો.

ગડુ પંથકમાં 10 કલાકમાં 9.5 ઇંચ વરસાદ ખાબક્યો
ગડુમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અહીં 10 કલાકમાં 9.5 ઇંચ પાણી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગડુ પંથકમાં રાતના 2 વાગ્યાથી વરસાદનું આગમન થયું હતું. ભારે વરસાદના પગલે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું.

ઊના-ગીરગઢડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો
ઊના ગીરગઢડા પંથકમાં વાદળોના ઘેરાવ વચ્ચે વરસાદે વરસવાનું શરૂ કરતાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે ગીરગઢડા પંથકમાં પણ 4 ઇંચ પાણી પડ્યું હતું. જ્યારે તાલુકાના સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, પસવાડા, મોઠ સહિતના અનેક ગામોમાં દોઢથી 4 ઇંચ વરસાદ થયો છે. મચ્છુન્દ્રી તેમજ રાવલ ડેમમાં નવાનીરની આવક થતાં નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા હતા. ઊના શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદને પગલે નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

કેશોદમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ
કેશોદ પંથકમાં છેલ્લાં 12 કલાકમાં 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી નદી, નાળાં, રોડ, રસ્તાં, ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

Next Article