Junagadh: વિધિવત ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થયો, કોરોનાની નિયમોનું કરવું પડશે પાલન

|

Nov 15, 2021 | 9:17 AM

Junagadh: વિધિવત ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ પ્રશાસને ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે

Junagadh: દેવ દિવાળી અગિયારસના મધ્ય રાત્રી 12 વાગ્યેથી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સાધુ સંતો અને મનપાના હોદેદારો સાથે અધિક કલેકટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુહુર્ત કરી લીલી પરિક્રમાને પ્રસ્થાન કરવામાં આવી હતી.

કોરોના ગાઈડલાઈન મુજબ નિર્ણય લીધો હતો, ત્યારે ફરી ભાવિકોને પરિક્રમાની પરમિશન આપવામાં આવી છે.. જેમાં અનેક સંસ્થા અને સાધુ સંતોની વાત સરકારે ધ્યાને લીધી છે. તો જિલ્લા કલેકટર દ્વારા ફરી આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાવિકોને વહેલી સવારે 4 વાગ્યેથી પરિક્રમા કરવા જવાનું અને રાત્રીના 8 વાગ્યે પરિક્રમા પૂર્ણ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ ભાવિકોએ 400 ના ગ્રૂપ બનાવીને પરિક્રમામાં જવાનું રહેશે. આ સાથે તેઓ જંગલમાં રાત વાસો કરી નહિ શકે તેવો નિર્ણય લેવાયો છે.

જણાવી દઈએ કે જૂનાગઢમાં ભાવિકો લીલી પરિક્રમા કરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્રએ ભાવિકોને 400-400ના જૂથમાં પરિક્રમા કરવાની છૂટ આપી છે. 19 નવેમ્બર સુધી ભાવિકો પરિક્રમા કરી શકશે. મોટી સંખ્યામાં ભાવિકો એકઠાં થતાં તંત્રએ નિર્ણય બદલ્યો છે. પહેલાં માત્ર 400 સાધુ-સંતોને જ પરિક્રમાની છૂટ આપવામાં આવી હતી. જૂનાગઢ એસ.પી રવીતેજા વાસમશેટ્ટી અને ડીસીએફ સુનિલ બેરવાલે કહ્યું હતું કે, તેમના તરફથી તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ ઉતારા મંડળના અંગ્રણીએ કહ્યું હતું કે, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાતા તેમના દ્વારા નિઃશુલ્ક અન્નક્ષેત્રો આ વખતે શરૂ કરી શકાશે નહીં.

 

આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયું 600 કરોડનું હેરોઈન

આ પણ વાંચો: Ahmedabad: CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલકોની હડતાલ, કયા વિસ્તારમાં કેવો મળ્યો પ્રતિસાદ?

Next Video