Junagadh : કેસર કેરીના પાકમાં મોટું ગાબડું, 40 ટકા જ ઉત્પાદન થતાં ખેડૂતોને નુકશાન

|

May 31, 2022 | 10:54 PM

જૂનાગઢમાં (Junagadh) ગત વર્ષે તાઉતે વાવાઝોડામાં ગીર પંથકમાં હજારો આંબાઓ ધરાશાયી થઈ ગયા હતા અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. જેનો ભોગ આ વર્ષે પણ હજુ ખેડૂતો બની રહ્યા છે. ગત વર્ષે વાવાઝોડાના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે.

Junagadh : કેસર કેરીના પાકમાં મોટું ગાબડું, 40 ટકા જ ઉત્પાદન થતાં ખેડૂતોને નુકશાન
Junagadh Mango Tree (File Image)

Follow us on

ગુજરાતમાં જૂનાગઢમાં (Junagadh) આ વખતે કેસર કેરીનું (Kesar Mango)માત્ર 40 ટકા જ ઉત્પાદન થયું છે. જ્યારે 60 ટકાથી વધુનું નુકસાન ભોગવતા ખેડૂતોને (Farmers) રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સામાન્ય લોકો માટે કેરી મોંઘી સાબીત થઈ રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડામાં ગીર પંથકમાં હજારો આંબાઓ ધરાશાયી થઈ ગયા હતા અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. જેનો ભોગ આ વર્ષે પણ હજુ ખેડૂતો બની રહ્યા છે. ગત વર્ષે વાવાઝોડાના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. માત્ર 40 ટકા જેટલું ઉત્પાદન કેરીમાં થયું છે.

ગત વર્ષે જે ઈજારો 10 થી 12 લાખમાં આપવામાં આવતો હતો તેને બદલે આ વર્ષે વાવાઝોડામાં નુકસાની ગયા બાદ આ બગીચાનો ઈજારો માત્ર ત્રણથી ચાર લાખ રૂપિયામાં જ આપવામાં આવ્યું છે. જેથી ભાડે રાખનાર બગીચાઓના માલિકોને પણ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

એક વર્ષ સુધી ખેડૂતો ખેતીમાં મહત્તમ ખર્ચ કરે છે, દવાઓનો છંટકાવ, મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચાની સામે ખેડૂતોને સાવ ઓછા પૈસા મળી રહ્યા છે. વળી, ઉત્પાદન ઓછું હોવાને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે કેરી ખાવી તે કપરું બનતું ગયું છે. તો આંબાના બગીચા ધરાવતા વાડી માલિકોઓને રોવાનો વારો આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જૂનાગઢ સહિતના માર્કેટ યાર્ડમાં કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવ હજુ ઘટ્યા નથી. જેમાં બોક્સનો ભાવ 800 રૂપિયાથી 1 હજાર સુધી બોલાઇ રહ્યો છે ..ગત વર્ષની સરખામણીએ  કેરીના હજાર બોક્સની આવક ઓછી થઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે કેરીનો ઉતારો ફક્ત 40  ટકા જ રહેવાની સંભાવના છે..ગત વર્ષે આવેલા વાવાઝોડાની અસર આ વર્ષે જોવા મળી રહી છે.

 

Next Article