JUNAGADH : વંથલીમાં દીપડાના આતંકની ઘટના, વસાપડા ગામમાં 5 વર્ષના માસૂમને દીપડાએ ફાડી ખાધો

|

Oct 28, 2021 | 2:59 PM

5 વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો.

જૂનાગઢના વંથલી પંથકમાં દીપડાના આતંકની હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે. વસાપડા ગામની સીમમાં દીપડાએ 5 વર્ષના માસૂમ બાળકને દીપડાએ ફાડી ખાદ્યો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. 5 વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રમાં હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનામાં વધારો

ઉલ્લેખનીય છેકે આશરે 3 મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. સાથે જ 3 જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં હિંસક પ્રાણીઓના હુમલાની વધતી ઘટનાઓને પગલે વનવિભાગ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

નોંધનીય છેકે 15 ઓક્ટોબરના રોજ સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી. આ સાવરકુંડલા તાલુકાના ગોઠડા ગામે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો અને બાળકીને ફાડી ખાધી હતી. પ્રાણીઓના હુમલાની વાત કરીએ તો સામાન્ય રીતે દીપડાઓ મનુષ્ય પર હુમલા કરતા હોય છે.

Next Video