મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલને જેલ હવાલે, પોલીસે વધુ રિમાન્ડ ન માગ્યા

|

Feb 08, 2023 | 1:39 PM

મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે વધુ રિમાન્ડ નહીં માગતા આખરે તે જેલના સળિયા પાછળ છે. જયસુખને 7 દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાયો હતો.

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલને જેલ હવાલે, પોલીસે વધુ રિમાન્ડ ન માગ્યા
આરોપી જયસુખ પટેલ જેલ હવાલે
Image Credit source: Google

Follow us on

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે વધુ રિમાન્ડ નહીં માગતા આખરે તે જેલના સળિયા પાછળ છે. જયસુખને 7 દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાયો હતો. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં  જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પર હતો.

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા

આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.

જયસુખ પટેલે આજે કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.

જો કે ઘટનાના 3 મહિના એટલે કે બરોબર 88 દિવસ પછી જયસુખ પટેલ સામે કાયદાનો સકંજો કસાયો છે. પોલીસે ચાર્જશીટમાં જયસુખને 10માં આરોપી તરીકે દર્શાવ્યો છે.મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી તમામ 9 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.જોકે જયસુખ પટેલે 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.

શું હતી દુર્ઘટના?

મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.   આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

 

Published On - 1:31 pm, Wed, 8 February 23

Next Article