Janmashtami : આજે જન્માષ્ટમીના પર્વ છે. જેને દેશભરમાં લોકો જોરશોરથી ઉજવી રહ્યાં છે. ત્યારે આજે મોરારી બાપૂએ તેમની વ્યાસપીઠ તલગારજડા ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. મોરારી બાપૂએ જન્માષ્ટમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું હતું કે, કૃષ્ણમ્ વંદે જગતગુરુ કહીને દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તો બીજી તરફ મોરારી બાપુએ જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપી છે.
આ પણ વાંચો : Krishna Janmashtami 2023 : જન્માષ્ટમી પર કૃષ્ણની પૂજામાં આ વસ્તુઓનો કરો સમાવેશ, સંપૂર્ણ સામગ્રીનું વાંચો લિસ્ટ
7 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે માર્શલ ટાઉન વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભયાનક આગ લાગી હતી. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતા અહેવાલો અનુસાર એ દુઃખદ ઘટનામાં 73 થી વધુ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. જેમાં મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ સહાય જાહેર કરી છે.
મોરારી બાપુની નેપાળ કાઠમાંડુમાં રામકથા દરમ્યાન જોહનીસબર્ગમાં આ ઘટના બની હતી. આ ઘટનામાં મૃતકના પરિવારને પંદર હજાર લેખે 10.95 લાખની સહાયત આપવામાં આવી છે. આ રાશિ સ્થાનિક ચલણમાં સાઉથ આફ્રિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. તેમજ પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ પરિવારજનોને આશ્વાસન આપ્યુ છે.
આ અગાઉ સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થીએ આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરી શિક્ષકો સહિત નવ લોકોના મોત થયા હતા. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાએ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળતા જ મોરારીબાપુ દ્વારા સહાય રાશિ પહોંચતી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.