JAMNAGARના રંગોળીના રંગોની અન્ય રાજ્યોમાં ભારે માગ, રંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો

|

Oct 21, 2021 | 3:55 PM

આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.

JAMNAGARના રંગોળીના રંગોની અન્ય રાજ્યોમાં ભારે માગ, રંગોના ભાવોમાં 10થી 15 ટકાનો વધારો
JAMNAGAR's rangoli dyes in high demand in other states, dye prices rise by 10 to 15 per cent

Follow us on

જામનગરમાં દિવાળી તહેવાર સમયે તૈયાર થતી રંગોળી માટેના ખાસ રંગો તૈયાર કરવામાં આવે છે. જે ગુજરાતભરમાં તેમજ મહારાષ્ટ્ર સહિતના રાજ્યો જાય છે. દિવાળીના તહેવારમાં ઘર આંગણામાં રંગોળી શોભે છે. જે રંગોળીમાં ખાસ રંગનો ઉપયોગ થાય છે. ચિરોડી રંગોની દિવાળીના તૈયારમાં વધુ વેચાણ થાય છે. જોકે ગત વરસે કોરોનાના કારણે રંગોળીના વેપારને અસર થઈ છે.

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તહેવારની ઉજવણી માટે ખાસ તૈયારીઓ અને ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં ઘરના આંગણા પર રંગોળી બનાવવામાં આવતી હોય છે. જે માટે ખાસ ચિરોડી રંગનો ઉપયોગ થાય છે. રંગોળી માટે ખાસ 40 જેટલા શેડમાં રંગ તૈયાર કરવામાં આવે છે. દિવાળીના તહેવારમાં રંગોળી માટેના ખાસ ચિરોડી રંગો જામનગરથી રાજ્યભરમાં વેચાય છે. સાથે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં તેની માંગ રહે છે. આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રંગના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે રંગોળીના વેપારને અસર પણ થઈ રહી છે.

દિવાળીના લાંબા પર્વ પર દરેક ઘરની બહાર રંગબેરંગી રંગોળી તૈયાર કરવામાં આવે છે. જે માટે મહિલાઓ રંગોળી મુજબના વિવિધ રંગો પસંદ કરીને લે છે. રંગોળીમાં પુરાતા આ ચિરોડીમાંથી બનાવવામાં આવે છે. જેમાં જામનગરના રંગો રંગોળીમાં કલરની સાથે શોભામાં વધારો કરે છે. દિવાળીના તહેવારમાં અગિયારથી લાભપાંચમ સુધી ઘરની બહાર રંગોળી બને છે. અને રંગોળીમાં વિવિધ રંગો ઘરના આંગણની શોભા વધારે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

નોંધનીય છેકે દિવાળીના તહેવારોમાં લોકો ઘરઆંગણે રંગોળી દોરીને તહેવારોની ઉજવણી કરે છે. અને, ઘર આંગણે રંગોળી દોરવાથી ઘરમાં સુખશાંતિ, ધન અને માતા લક્ષ્મીનો પ્રવેશ થતો હોવાની લોકોમાં માન્યતા છે. જેથી દિવાળી નિમિતે ગૃહિણી અચૂક રંગોળીની ખરીદી કરે છે. ત્યારે મોંઘવારીનો માર રંગોળીના રંગો પર પણ પડી રહ્યો છે. જેથી રંગોની ખરીદી વખતે ગૃહિણીઓના પર્સ ખાલી થશે.

 

આ પણ વાંચો : Ahmedabad : કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, તપાસના અંતે ખોટો કોલ હોવાનું ખુલ્યું

આ પણ વાંચો  : ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીના ઘરે જઇ પાઠવી શુભેચ્છા

Published On - 3:45 pm, Thu, 21 October 21

Next Article