દિવાળી પૂર્વે જામનગરના મુખવાસ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી

દિવાળી પૂર્વે જામનગરના મુખવાસ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી

| Updated on: Nov 02, 2021 | 7:39 PM

જામનગરના બજારોમા એક સાથે 51 પ્રકારના મુખવાસ જોવા મળે છે અને જામનગરના આ મુખવાસ માત્ર સ્થાનિક બજારોમા જ નહી, પરંતુ મુંબઈ, બેગલોર સહીતના મહાનગરોમા વેચાય છે.

ગુજરાતમાં(Gujarat)દિવાળીના(Diwali)તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ બજારોમાં લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી માટે નીકળવા લાગ્યા છે. તેવા સમયે જામનગરના(Jamnagar)અલગ અલગ બજારોની જેમ મુખવાસ બજાર(Mukhvas)ના ભારે ભીડ જોવા મળી રહી છે. મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે.ત્યારે સામાન્ય રીતે 8થી10 મુખવાસ બજારમા જોવા મળે છે.

પરંતુ જામનગરના બજારોમા એક સાથે 51 પ્રકારના મુખવાસ જોવા મળે છે અને જામનગરના આ મુખવાસ માત્ર સ્થાનિક બજારોમા જ નહી, પરંતુ મુંબઈ, બેગલોર સહીતના મહાનગરોમા વેચાય છે. એમા પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમા ખુબ વધારો થયો છે. લોકો મુખવાસ લેવા માટે ઉમટી રહ્યા છે.

જેમાં ડ્રાયફટ મુખવાસથી માંડી જામનગરી મુખવાસ, ક્લકત્તી મુખવાસ સહીતના કુલ 51 પ્રકારના મુખવાસ બજારમા વેચાયા છે. જેનો ભાવ 250 રૂપિયાથી 600 રૂપિયા કિલોનો છે.ત્યારે ગૃહિણીઓ હાલ તહેવારોને લઈ ભારે ઉત્સાહ સાથે મુખવાસની ખરીદી કરી રહી છે.

દિવાળી પર્વ બાદ નુતન વર્ષથી લઇને સતત પાંચ દિવસ સુધી લોકો એકબીજાને મળવા અને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે એકબીજાના ઘરે જતાં હોય છે. તેવા સમયે નાસ્તાની સાથે મુખવાસ પણ એટલું જ જરૂરી બન્યો છે. તેમજ દરેક લોકો મહેમાનને અલગ અલગ પ્રકારના મુખવાસ ખવડાવવાની ઈચ્છા ધરાવતા હોય છે.

આ પણ  વાંચો : CMની દિપાવલી ભેટ, ત્રણ નગરો માટે પીવાના પાણીની યોજના અને સુરતમાં શહેરી સડક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી

આ પણ  વાંચો : ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી, જામનગરમાં આયુર્વેદના દેવતા ધન્વતરીની પૂજા-અર્ચના

Published on: Nov 02, 2021 07:28 PM
Follow Us
Loading...
Unable to load recommendations.