વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

|

Apr 21, 2022 | 10:12 AM

હવામાન વિભાગે આગાહી કરી છે કે 20 અને 21 એપ્રિલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાશે. આ આગાહી સાચી પડી છે અને ગઈ રાતથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની પધરામણી થઈ હતી.

વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો
Rain with thunderstorm in Saurashtra it also rained in Central and South Gujarat

Follow us on

રાજ્યભરમાં માવઠાનો માહોલ સર્જાયો છે. કડાકા ભડાકા સાથે આખી રાત વરસાદની છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્ર (Saurastra) અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ઝરમર વરસાદી ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા છે. સૌથી વધુ કમોસમી વરસાદ (Unseasonal rains) ની અસર જૂનાગઢ અને જામનગરમાં જોવા મળી છે. જૂનાગઢમાં રાત્રી દરમિયાન વરસાદી ઝાપડાં પડતાં રસ્તા પર પાણી વહેતાં થઈ ગયાં હતાં જ્યારે જામનગરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાત (Gujarat) માં દાહોદ અને ભરૂચમાં છાંટા પડ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ઝરમર વરસાદ પડ્યો છે.

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. ભવનાથ તેમજ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલથી ઠંડક પ્રસરી હતી જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાત આખી વીજળીના કડાકા ભડાકા થયા હતા. વિસાવદર, ભેંસાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. ગાજવીજ સાથે આખી રાત વિજળીના ચમકારા ચાલુ રહેતાં ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો. અમરેલીના બાબરા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડતાં રોડ ભીનાં થઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલના કારણે કેરીના પાકને નુકસાન જવાની સંભાવના છે.

વરસાદની આગાહીના પગલે જામનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખુલ્લામાં રખાયેલ જણસ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ કરાઈ હતી. મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારા ખરીદી કરાયેલ માલ, મરચા અને રાયડો ખૂલ્લામાં પડ્યા હોવાથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ખેતરમાં પડેલા તૈયાર માલ અને પશુના ચારાને પણ નુકસાન જવાની ભીતી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મધ્ય ગુજરાતમાં દાહોદ જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સંજેલી સહિત કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી હતી. ભરૂચમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદના પગલે કેરીના પાકને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું વાતાવરણ વચ્ચે વચ્ચે સેલવાસના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા છે. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કેરી સહિત ખેતીના પાકને નુકસાનની ભીતિ છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વરસાદી છાંટા પડયા હતા. જ્યારે સુરત શહેરમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

નવસારી વાતાવરણમાં થઇ રહેલા અન્ય ફેરફારો ખેડૂતો માટે ચિંતાજનક બની ગયા છે બાગાયતી પાકો માટે નંદન વન ગણાતા નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા બાગાયતી પાક ને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે નવસારી જિલ્લાના ગણદેવી ભાગમાં મોટા ભાગે કેરી ચીકુ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે જે ખેડૂતોની આવકનું મુખ્ય સાધન ગણવામાં આવે છે હાલ આંબા પર મોર બેસવાના સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં પડતાં કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે વાતાવરણમાં આવેલા અચાનક પલટા ના કારણે ખેડૂતોની ચિંતા વધુ ઘેરી બની છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું આગમન, ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું

આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જાણો કયા મુદ્દે કરાઈ અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article