Jamnagar : કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ માસમાં રહે છે ભકતોની ભારે ભીડ, જાણો શું છે મંદિરની વિશેષતા

|

Aug 08, 2022 | 4:09 PM

જામનગરમાં (Jamnagar) કાશી વિશ્વનાથ મંદિરનું બાંધકામ આકર્ષક છે. મંદિરમાં (Shiv Temple) બાહ્ય દેખાવ ચોપાટની રમત જેવો તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર કુલ 72 સ્થંભ પર ઉભુ છે.

Jamnagar : કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ માસમાં રહે છે ભકતોની ભારે ભીડ, જાણો શું છે મંદિરની વિશેષતા
શ્રાવણ માસમાં જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળે છે ભારે ભીડ

Follow us on

શ્રાવણ માસના (Shravan) સોમવારે શિવમંદિરોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. દરેક શિવમંદિરોની અનેક વિવિધ વિશેષતા હોય છે. જામનગરમાં (Jamnagar) આવેલુ કાશી વિશ્વનાથ મંદિર પણ અનેક વિશેષતા ધરાવે છે. જેના કારણે જામનગર શહેરને પણ છોટે કાશીનું ઉપનામ મળ્યુ છે. જામનગરમાં કેવી રોડ પર આવેલુ કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple) પ્રાચીન છે. મંદિરનું શિવલીંગ નર્મદાથી કાઢીને વારાણસીથી કાશી વિશ્વાનાથ મંદિરમાં વૈદિક પુજા વિધી કરવામાં આવી હતી. બાદ કાવડમાં વારાણસીથી જામનગર ચાલીને લાવ્યા હતા. જેમાં દુધની ધારાવાહી અને અંખડ જયોત ચાલુ રાખવામાં આવી હતી. મંદિરમાં શિવલીંગ એવી રીતે રાખવામાં આવ્યુ છે, જેવી રીતે વારાણસી કાશી વિશ્વનાથ મંદિર છે. તેવી રીતે અહીં પણ શિવલીંગના દર્શન ચાર દરવાજામાંથી ચારેય દિશાએથી કરી શકાય છે.

ચારેય દિશામાંથી શિવલીંગના થાય છે દર્શન

વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર જેવુ જ મંદિર જામનગરમાં હોવાથી આ શહેરને પણ છોટા કાશીનુ ઉપનામ મળ્યુ છે. આ પ્રકારના મંદિર વિશ્વમાં માત્ર ત્રણ જ છે. એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ, બીજુ વારાણસીના કાશી વિશ્વનાથ અને ત્રીજુ જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર. જેમાં શિવલીંગના દર્શન ચારેય દિશાથી થઈ શકે તે પ્રકારે ચારેય દિશામાં ચાર દરવાજા છે. જેથી ભકતો ચારેય દિશામાંથી શિવલીંગના દર્શન કરી શકે છે.

દર્શન માત્રથી ભક્તો અનુભવે છે ધન્યતા

દરરોજ અંહી મોટી સંખ્યામાં ભકતો આવે છે. શ્રાવણ માસમાં ભકતોની સંખ્યામાં વધારો થાય છે. ખાસ કરીને શિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામાં ભકતો દર્શન કરવા દોડી આવે છે. કેટલાય ભકતો અંહી દૈનિક દર્શન કરવા આવે છે. અંહી આવતા દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવો તેમનો વિશ્વાસ છે. અહીં દર્શન કરવા આવતા લોકોને શાંતિ અને ધન્યતાનો અહેસાસ થાય છે. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરની અન્ય પણ અનેક વિશષતાઓ રહેલી છે. સાથે મંદિરના બાંધકામની પણ અનેક વિશેષતા છે. અનેક વિશેષતાથી આ શિવમંદિર અન્ય મંદિર કરતા જુદુ પડે છે અને આ મંદિરના દર્શન માત્રથી ભકતો ધન્યતાની અનુભુતિ કરે છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મંદિરની વિશેષતા

જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિરનું બાંધકામ આકર્ષક છે. મંદિરમાં બાહ્ય દેખાવ ચોપાટની રમત જેવો તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર કુલ 72 સ્થંભ પર ઉભુ છે. મંદિરનો આકાર ચારેય બાજુથી મુખ્ય દરવાજા હોય તેવો છે. મંદિરમાં મુખ્ય શિખર સિવાય અન્ય ચાર શિખર આવેલા છે. તેમજ ચાર 8 ઘુમટ ધરાવે છે. ચારેય ઘુમટ નીચે અલગ -અલગ સંસ્કૃતિની ઝાંખી કરાવતી મુર્તિઓના દર્શન થાય છે. જેમાં રાસલીલા, કૃષ્ણલીલા, પાંડવો અને શિવ પરીવારની મુર્તિઓ જોવા મળે છે. વખતો વખતો આ મંદિરનો જીર્ણોધાર કરવામાં આવ્યો છે. અનેક વિશેષતાઓના કારણે આ મંદિર અન્ય મંદિરથી જુદુ પડે છે અને આવી વિશેષતાઓ ભકતોને આકર્ષે છે. વર્ષોથી ભકતો માટે આ શિવમંદિર આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. અહીં શિવ મંદિરમાં ભકતોની ભારે ભીડ રહેતી હોય છે. પંરતુ જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ભકતોની ભીડ વધુ જોવા મળે છે. શ્રાવણ માસમાં દૈનિક શિવજીની વિશેષ આરતી અને શણગાર હોય છે. સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે.

Next Article