Jamnagar: ATMમાંથી પૈસા ઉપાડીને આવનારા વ્યક્તિ પાસેથી 50 હજાર રોકડની ચોરી, પોલીસે ટોળકીને ઝડપી લીધી

|

Apr 04, 2023 | 5:21 PM

Jamnagar News : જામનગર એલસીબીની ટીમે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. જેણે અગાઉ ખંભાળીયામાં આ રીતે ચોરી કરી હોવાનુ કબલ્યુ છે. આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂપિયા 95,100 કબજે કરાઇ છે.

Jamnagar: ATMમાંથી પૈસા ઉપાડીને આવનારા વ્યક્તિ પાસેથી 50 હજાર રોકડની ચોરી, પોલીસે ટોળકીને ઝડપી લીધી

Follow us on

જામનગર જીલ્લાના ધ્રોલમાં એટીએમમાંથી અડધા લાખની રોકડ ઉપાડીને બેન્કની પાસબૂકમાં એન્ટ્રી કરવા જતા રોકડ કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા. જેની ફરિયાદના આધારે જામનગર એલસીબીની ટીમે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. જેણે અગાઉ ખંભાળીયામાં આ રીતે ચોરી કરી હોવાનું કબલ્યુ છે.

આ પણ વાંચો-Gujarati Video : કર્ણાટક ચૂંટણીમાં ભાજપે અપનાવ્યું ગુજરાત મોડેલ, ‘ભરોસાની ભાજપ સરકાર’ સ્લોગનનો કર્યો ઉપયોગ

આરોપીઓ સકંજામાં આવ્યા

ધ્રોલના માનસરમાં રહેતા પ્રેમજીભાઈ જેરામભાઈ રામોલીયા તારીખ 24 માર્ચના બેન્ક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડી એ.ટી.એમમાં પાસબૂકની એન્ટ્રી કરાવવા જતા હતા. ત્યારે અજાણ્યા લોકોએ નજર ચુકવી ખિસ્સામાથી રૂપિયા 50 હજાર ચોરી કરી નાસી ગયા હતા. આ મામલે ધ્રોલ પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં એલસીબીએ ટીમે ધ્રોલ, જોડીયા અને જામનગરમાં શંકાસ્પદો પર નજર રાખીને ટોળકીને પકડવા સફળતા મેળવી છે.

શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો

આરોપીઓએ બે ગુનાની કરી કબુલાત

પોલીસે જામનગર દિગ્જામ સર્કલ નજીકથી ત્રણ આરોપીને પકડી પાડયા છે. જેમાં બે પુરૂષ અને એક મહિલા ત્રણ આરોપીને પૂછપરછમાં વધુ એક ગુનો ખંભાળીયામાં કર્યો હોવાની કબુલાત કરી છે. પોલીસે નવક્રમભાઇ કાનાભાઇ બાવરી ,રામભાઇ કાંનતલાલ બાવરી અને ચાંદની ધનરાજ વાનખેડાને પકડી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂપિયા 95,100 કબજે કરાઇ છે.

આરોપીઓ આ મોડેસ ઓપરેન્ડી અપનાવતા

આરોપીઓ બેન્ક અને એટીએમ આગળ રેકી કરી, કોઇ વ્યકિત બેન્કમા પૈસા ભરવા કે ઉપાડવા જતા હોય ત્યારે આરોપીઓ માણસોની ભીડનો લાભ લઇ નજર ચુકવી, પોતાના હસ્તકની બ્લેડ વડે પેન્ટના ખિસ્સામાં કટ કે હાથમા રહેલ થેલીમાં કટ મુકી રુપિયાની ચોરી કરતા હતા. ત્યારે પોલીસે ટોળકીના ત્રણ આરોપીને પકડી કાર્યવાહી કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે, આરોપીઓ અલગ-અલગ બેન્ક કે ATMની આસપાસ રેકી કરતા અને ભીડનો લાભ લઈને પૈસા ઉપાડનારના ખિસ્સા કે પર્સ કે થેલામાં બ્લેડની મદદથી કાપો મારીને તે રોકડની ચોરી કરીને ફરાર થઇ જતા હતા. ત્યારે પોલીસે આવા બનાવથી બચવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article