JAMNAGAR : પશુઓને અપાશે વિશેષ ઓળખ, પશુઓના ટેગિંગની કામગીરી આરંભાઇ

|

Jul 19, 2021 | 9:50 PM

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે.

JAMNAGAR : જે રીતે માણસની ઓળખ માટે આધારકાર્ડ છે તે જ રીતે પશુની ઓળખ માટે ટેગની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્મ હેઠળ આ કામગીરી કરવામાં આવે છે. આ ટેગ દ્વારા પશુઓની તમામ માહિતી મેળવી શકાય છે. ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી, તંદુરસ્તી, ઉત્પાદન સંબંધી વિગતો, પશુની ઉંમર, વેતર, વિવિધ રસીકરણ, સારવાર, પશુરોગ નિદાન વગેરે તમામ માહિતી મળી રહી છે. આ માટે ઈ-ગોપાલ એપનો ઉપયોગ કરવામાં આવે છે. જામનગરની વાત કરવામાં આવે તો અહીં 3 લાખ પશુઓમાંથી હાલ સુધીમાં 131,000 જેટલા પશુઓમાં ટેગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જામનગર જીલ્લા પંચાયતની 22 ટીમ દ્વારા ગામડાઓમાં જઈ આ ટેગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

 

Next Video