Jamnagar: જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સ્ટાફની અછત, 33માંથી માત્ર 11 જ જગ્યા ભરાયેલી

|

Jul 21, 2022 | 1:10 PM

દર વર્ષે શાળામાં બાળકોમાં પ્રવેશોત્સવ તો કરવામાં આવે છે. તેવી રીતે જો ભરતી-ઉત્સવ કરે તો સરકારી શિક્ષણનુ (Education) સ્તર વધુ સારુ થાય. કર્મચારી પર કામનુ ભારણ ઘટે અને બેરોજગાર યુવાનો સરકારી નોકરી (Government Job) મળે..

Jamnagar: જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સ્ટાફની અછત, 33માંથી માત્ર 11 જ જગ્યા ભરાયેલી
શિક્ષણ વિભાગમાં સ્ટાફની અછત (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

રાજયમાં બાળકોનો પાયાનુ શિક્ષણ સારૂ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલા યોજના અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે, પરંતુ શિક્ષણ વિભાગમાં સ્ટાફની ભરતી ન થતા શિક્ષણને અસર થાય છે. વાત જામનગરની (Jamnagar Latest News) કરીએ તો.. જામનગર જિલ્લામાં શિક્ષણ વિભાગમાં કુલ 33 જગ્યામાંથી 11 જગ્યા ભરાયેલ છે. 22 જગ્યા ખાલી છે.  રાજયમાં 2013માં સરકાર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા મુકવામાં આવી છે. પરંતુ મોટાભાગની જગ્યા ખાલી છે. એક પણ જગ્યાની ભરતી ન કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જામનગર જિલ્લામાં કેળવણી નિરીક્ષકની કુલ 13 જગ્યામાંથી તમામ જગ્યા ખાલી છે.

શિક્ષણ વિભાગમાં અધિકારીની જગ્યા ખાલી હોવાથી હાજર અન્ય કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. સરકાર માત્ર મહેકમ તૈયાર કરે છે. પરંતુ ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી.. જેના કારણે સરકારી શાળામાં શિક્ષણને અસર થતા ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળતુ હોય છે. ઉચ્ચ અધિકારી એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી પણ ચાર્જ છે. વહીવટી કર્મચારીઓની કુલ 12 જગ્યા પૈકી 7 ભરાયેલ છે. અન્ય 5 જગ્યા ખાલી છે.

જામનગર જિલ્લામાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ નથી જે લાંબા સમયથી ચાર્જમાં છે. તો 6 તાલુકામાં તાલુકા શિક્ષણ અધિકારીની જગ્યા 3 ભરાયેલી અને 3 જગ્યા ખાલી છે. કેળવણી નિરીક્ષકની 13 જગ્યા છે. તમામ ખાલી છે. તો કુલ 3634 શિક્ષકોની જગ્યામાં 274 જગ્યા ખાલી છે. જે મુદે સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ પગલા લેવાયા નથી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મહેકમ પર નજર કરીએ તો

ક્રમ જગ્યાનુ નામ મહેકમ ભરાયેલ જગ્યા ખાલી જગ્યા
1 નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(પ્લાન) 1 1 0
2 નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(RTE) 1 0 1
3 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી 6 3 3
4 કેળવણી નિરીક્ષક 13 0 13
5 નાયબચીટનીશ 1 1 0
6 સી.કલાર્ક 2 2 0
7 જુ.કલાર્ક 5 2 3
8 હિસાબી અધિકારી (શિક્ષણ) 1 0 1
9 સી. એકા.કલાર્ક 1 1 0
10 જુ.એકા.કલાર્ક 2 1 1
કુલ 33 11 22

શિક્ષણ વિભાગમાં જરૂરી હોય તે મુજબ મહેકમ તો છે. પરંતુ અનેક જગ્યા ખાલી છે. જેના કારણે અન્ય કર્મચારીઓને એકથી વધુ ચાર્જ આપવામાં આવે છે. કેટલાક આચાર્યને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપવામાં આવે છે. જેના કારણે જે કેળવણી નિરીક્ષકે શાળામાં તપાસની કામગીરી થઈ શકતી નથી. તો અને શિક્ષણ માટેની કામગીરી સાથે વહીવટી કામગીરી વધુ થાય છે.જેની અસર શિક્ષણમાં થાય છે.

દર વર્ષે શાળામાં બાળકોમાં પ્રવેશોત્સવ તો કરવામાં આવે છે. તેવી રીતે જો ભરતી-ઉત્સવ કરે તો સરકારી શિક્ષણનુ સ્તર વધુ સારુ થાય. કર્મચારી પર કામનુ ભારણ ઘટે અને બેરોજગાર યુવાનો સરકારી નોકરી મળે..

Published On - 12:55 pm, Thu, 21 July 22

Next Article